________________
૨૯૦
ચોદ |Pસ્થાનક ભાગ-3
કહે, નદી ભરેલી છે, તરી શકાય એવી છે ઇત્યાદિ ન કહે, પણ પ્રયોજન પડે તો પ્રાયઃ ભરેલી, પ્રાયઃ ઊંડી ઇત્યાદિ કહે.
૭. આ કન્યા સુંદર છે, આ સભા સારી છે, આ રસોઇ સારી છે, ઇત્યાદિ ન કહે, એથી અનુમતિનો દોષ લાગે. આ અભિમાનીને ઠીક મલ્યું, આ પ્રત્યેનીક મરી ગયો તે ઠીક થયું ઇત્યાદિ પણ ન કહે, એથી પણ અનુમતિનો દોષ લાગે. અસંચમીને આવ ! જા ! બસ ! ઊઠ ! કર ! જાણ ! ઇત્યાદિ ન કહે. એથી પણ અનુમતિનો દોષ લાગે.
૮. બોટિક (દિગમ્બર), નિહ્મવ (પ્રતિમાલુપક) ઇત્યાદિ સદોષની પ્રશંસા ન કરે, દેવ, અસુર, મનુષ્ય, તિર્યંચ આદિના યુદ્ધમાંથી અમુકનો જય થાઓ અને અમુકનો પરાજય થાઓ ઇત્યાદિ ન કહે, એથી અધિકરણ અને દ્વેષાદિનો પ્રસંગ થાય. વાત, વૃષ્ટિ, શીત, ઉષ્ણ, સુભિક્ષ, દુભિક્ષ ઇત્યાદિને જાણે તો પણ ન કહે. મેઘને દેવ, મનુષ્યને રાજા, કે આકાશને બ્રહ્મ ઇત્યાદિ ન કહે, એથી અધિકરણ અસત્ય આદિ દોષોનો પ્રસંગ થાય.
૯. નિરવધ સુકૃતની પ્રશંસા કરે, જેમકે બ્રહ્મચર્ય સુંદર છે, વૈરાગ્ય સારો છે, વૈયાવચ્ચ અપ્રતિપાતી છે, ઉપસર્ગસહનથી નિર્જરા છે, પંડિતમરણ સદ્ગતિનું કારણ છે, સાધુ સદ્ગતિનું કારણ છે, સાધુક્રિયા નિરવધ છે, ઇત્યાદિ પ્રશંસાનાં વાક્યોથી ધર્મની વૃદ્ધિ થાય છે.
એ રીતે ભાષાના ગુણ-દોષોને જાણી જેમ ગુણ વધે અને દોષ ઘટે તેમજ બોલવું જોઇએ. ભાષાની વિશુદ્ધિ ચારિત્રની વિશુદ્ધિને કરે છે, અને ચારિત્રની વિશુદ્ધિ વિપુલ નિર્જરાને કરાવે છે. ચારિત્રની વિશુદ્ધિથી (૨૮) પ્રકારનો મોહ ક્ષય પામે છે. મોહલચથી કેવલ્ય, કૈવલ્યથી શૈલેશીકરણ, શેલેશીકરણથી સર્વસંવર અને સર્વસંવરથી અનુત્તર મુક્તિનું સુખ પ્રાપ્ત થાય છે. મુક્તિનું સુખ