________________
ચૌદ ગુણસ્થાનક માણ-૩
'ઉપસમસાર ખુ સામણું’ ઉપશમ એ શ્રમણપણાનો સાર છે. ઉપશમ હોય તો જ બીજા ગુણ ટકી શકે છે. માટે ઉપશમ લાવનાર ક્ષમા અતિ આવશ્યક છે; તેમ ક્ષમા બહાર જણાય આવે છે; વગેરે કારણોએ એ ગુણ લઇને ક્ષમાશ્રમણ કહ્યું.
૨૫૮
"
ક્ષમાના
ચારિત્ર માટે ક્ષમા બહુ જરૂરી છે, એ વાત ‘ક્રોધે ક્રોડ પૂરવતણું સંજમફ્ળ જાય' એ વચનથી બરાબર સમજાય છે. નાશથી બીજા ગુણોને નાશ પામતા વાર નથી લાગતી. એનું એક કારણ છે કે ક્ષમાના નાશથી અર્થાત્ ક્રોધના ઉદયથી પછીના ભવજ એવા મળે છે કે જેમાં બીજા ય ગુણો રહેવા ન પામે. El.d. સાધુના ભવે ક્રોધ કર્યાથી પછી એ ચંડકોશિક તાપસ થયો કે નાગ થયો ત્યાં મૃદુતા, તપ, સંયમ વગેરે ગુણો રહેવા પામ્યા હતા ? ક્ષમા તો ગુણોની માતા છે, ગુણોની સરદાર છે. કર્મના વિપાકને સમજનારને ક્ષમા રાખવી કઠિન નથી. આપણું વાંકુ જો આપણા જ કર્મ કરે છે તો પછી બીજા પર શા સારૂં ગુસ્સો કરવો ? ક્ષમા જ રાખવી. વળી ગુસ્સો કરવાથી નવીન કર્મબંધ થાય છે; આત્મસત્ત્વ હણાય છે, વૈર વધે છે, નુક્સાની પાછી વળતી નથી, લોહી તપી ઉઠે છે...એમ ઘણા અનર્થ હોવાથી ક્રોધને ત્યજી ક્ષમા ધરવી. ખમી ખાધેલું લાભ માટે છે, સામનો કરેલો નુક્સાન વાટે નીવડે છે.
૨ - મૃદુતા
બીજો ગુણ ગર્વ ત્યાગ. એ માટેની છ વિચારણા - બીજા યતિ ધર્મ ‘મૃદુતા' માં માનનો ત્યાગ અને વિનય, નમ્રતાનું પાલન કરવાનું હોય છે. આ માટે વિચારવું કે (૧) પૂર્વના પુરુષસિંહોની આગળ જ્ઞાનમાં, તપસ્યામાં, ચારિત્રમાં, વિધામંત્રશક્તિમાં આપણે તે કોણ માત્ર છીએ કે ગુમાન કરીએ ?