SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ચોદ ગુણસ્થાન ભાગ-૩ — — — — — — — — — — — અને સંયમ પ્રત્યે બેદરકારી છે અથવા ગૃહસ્થની ભાષા બોલે. (૧૩) નિશ્ચયભાષા - સાધુ-સાધ્વી જેમાં સંદેહ હોય અગર ખબર જ ન હોય ત્યાં “આ આમ છે ,-આમ થશે' એવી નિશ્ચયાત્મભાષા ન બોલે, પરંતુ પૂરી સંભવિત હોવાની ખબર હોય એવી બાબતમાં પણ નિર્ણયાત્મક “જ'કારવાળી ભાષા પણ ન બોલે, કેમકે વિચિત્ર ભવિતવ્યતાથી બીજું જ બની જાય તો અસત્ય લાગે. નિશ્ચયાત્મક ભાષા બોલવી એ અસમાધિસ્થાન છે. (૧૪) ભેદકારી ભાષા - પોતાના સ્વાર્થવશ અગર ઇર્ષાથી સમુદાયમાં એકને કાંઇ ને બીજાને બીજું ભળાવે જેથી એમને પરસ્પરમાં વૈમનસ્ય થાય-દિલ ઊંચા થાય; એવી ભેદકારી ભાષા પણ અસત્રાધિજન્મ અને અસમાધિપ્રેરક છે. (૧૫) નિંદા - અન્ય સાધુ-સાધ્વી આ શ્રાવક શ્રાવિકાની. હલકાઇ ગાય, ઘસાતું બોલે વગેરે નિંદા કરવીએ ભારે અસમાધિનું સ્થાન છે. (૧૬) ચિડીયો સ્વભાવ - એમાં વાતવાતમાં ચિડાઇ જાય, રિસાઇ જાય. આવેશ, ક્રોધ આવી જાય એ પણ અસમાધિ સ્થાન (૧૭) જેની તેની સાથે કષાય માંડે – ગુસ્સો કરે, અભિમાન દેખાડે, પ્રપંચ રમે, હરામશ્કરી કરે એ અસમાધિસ્થાન છે. (૧૮) આગંતુક સાથે કલહ - ટંડો, ઝગડો, રગડો કરે, નવા આવેલ સાધુ-સાધ્વી ખમાય નહિ. આ પણ અસમાધિ સ્થાન છે. ' (૧૯) જૂનું યાદ કરી કષાયની ઉદીરણા કરે - અત્યારે એ યાદ કરવાનું કોઇ ળ નથી, છતાં યાદ કરી કરી પણ કષાયમાં ચઢે, આવુ યાદ કરવું એ પણ અસમાધિનું સ્થાન થયું. (૨૦) ક્રોધની પરંપરા - એટલે કે ક્યાંક ગુસ્સો થઇ ગયો,
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy