________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
આશયથી ઉપશમપ્રધાન શાસ્ત્રો સાંભળે. ઉપશમપ્રધાન શાસ્ત્ર એટલે એવા શાસ્ત્રો કે જેમાં તત્ત્વ અને માર્ગનો બધો જ ઉપદેશ મિથ્યામતિ, વિષયાસક્તિ તથા કષાય-રાગદ્વેષાદિ દોષ દુર્ગુણો-દુર્ભાવોને શમાવવાના એક માત્ર લક્ષ્ય તરફ લઇ જવાનો હોય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વો અને ઉંડામાં ઉંડા રહસ્યમય સિદ્ધાંતો ઉપદેશીને પણ સરવાળે એ અશુભ આત્મભાવોને ઉપશમ તરફ પ્રેરે એવા શાસ્ત્રનું શ્રદ્ધા, સંભ્રમ (અપૂર્વ પ્રાપ્તિનો હર્ષ) અને એકાગ્રતા સાથે શ્રવણ કરે, અક્ષરશઃ ગ્રહણ કરે, ધારણા અને ચિંતન મનનથી હૃદયસ્થ કરે, ત્યારે નિર્મળ બોધ થાય.
૨૪૯
(૫) જનપ્રિયતા નામનો - પાંચમો લોકોત્તર ભાવ પ્રાપ્ત કરવા માટે એવી સાવધાની રાખવાની કે કોઇને પણ શુદ્ધધર્મ, ધર્માત્મા અને ધર્મસ્થાન પ્રત્યે અરુચિ ન થાય, બલ્કે આકર્ષણ થાય, શુદ્ધ ધર્મની પ્રશંસા કરે. આથી એનામાં ધર્મબીજનું વાવેતર થયું ગણાય છે. એ પછી પણ પોતાના વર્તન વ્યવહારની એવી સાવધાની રાખવાની કે પોતાને અને બીજાને ધર્મની પ્રેરણા, પૂર્તિ અને વૃદ્ધિ જ નીપજે યાવત્ ધર્મ સિદ્ધ થાય. જો આ લોકાપેક્ષા નહિ હોય અને લોકને ગમે તે લાગે એની પરવા કર્યા વિના નિષ્ઠુર સ્વચ્છંદ અને સ્વાર્થાંધ વર્તાવ કરશે તો બીજાને શુદ્ધ ધર્મ પ્રત્યે અરુચિ જન્માવવાનું થશે; એમ પોતાની એ કઠોરતા-નિષ્ઠુરતાથી સ્વધર્મ પણ ઘવાશે.
પાંચેય લોકોત્તર ભાવોની ટૂંકી સમજ આ પ્રમાણે ઃ
(૧) ઔદાર્ય એટલે તુચ્છ હલકટ વૃત્તિનો ત્યાગ કરી વિશાલ દિલ, ઉદાર ભાવ રાખવા અને ગુરુજન તથા દીન-નિરાધાર જન પ્રત્યે ઉચિત વર્તન રાખવું તે.