________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૨૪૭ કરવાનું એના દોષથી ઉકળી ઉઠેલું મન ના પાડશે. અન્યોન્ય વસ્તુ છે; કોઇનું દાક્ષિણ્ય શરમ જાળવે તો એની રહસ્યમય બાબત અંગે ગાંભીર્ય જાળવી શકે. અને ગંભીર રહેવાની ટેવ પાડી હોય તો બીજાની ગુપ્તવાત બહાર ન પ્રકાશે, એનું દાક્ષિણ્ય જાળવી શકે. ગંભીર માણસ વસ્તુનો કે પ્રસંગનો ઉંડાણથી વિચાર કરનારો પણ બનશે. અને એ જરૂરી પણ છે. ઉપલકિયો વિચાર અનર્થ કરે એવો સંભવ છે. ધીરતા એટલે આપત્તિ-પ્રતિકૂળતા-અગવડ કે અણગમાનું આવે ત્યાં ખળભળી ન ઉઠવું પરંતુ એને શાંતિથી સહન કરી લેવું તે. આકુળ વ્યાકુળ થવું એ તો અધિરાઇ-અધૈર્ય છે. શા માટે તેમ કરવું ? કેમકે વસ્તુ બનવાની બને જ છે; ચા બનવાનું બની ગયું છે. હવે તો શાંતિ રાખી એને વેઠી લેવું, પસાર કરવું. તો જ ઉપકારીઓ ગુણીયલ કે બીજાઓ તરફ્ટી એવું કાંઇ આપણું પ્રતિકૂળ કે અણગમાનું થતું હોય તો એમના પ્રત્યેનું દાક્ષિણ્ય ઉડી નહિ જાય. એમનું કાર્ય કરવાનો આપણો ઉત્સાહ મરી જશે નહિ.
ગાંભીર્ય અને ધૈર્યની જેમ સ્વૈર્ય પણ જરૂરી છે; અર્થાત્ આપણાં કર્તવ્ય, આપણી પ્રવૃત્તિ, આપણા ગુણો એમાં સ્થિર રહેવું. પરંતુ ચંચળ બની આઘાપાછા ન થવું. એક કાર્ય હાથમાં લીધું તો મનનો ઉપયોગ એમાં જ. એમ આપણા માથે જે જવાબદારી હોય આપણું જે સ્થાન હોય એને યોગ્ય વર્તાવ, મર્યાદા, કર્તવ્યનું કંઇક વિપરીત બનતાં માથેથી ઉલાળીયું ન કરવું-ઉતારી ન નાખવું. વારંવાર વિસ્મરણ ન કરવું. પરંતુ એમાં સ્થિર, સ્થિતપ્રજ્ઞ રહેવું. એમ પ્રવૃત્તિમાં સ્થિરતા, કોઇની સાથે વાત કરીએ ત્યારે ચિત્તા બીજે ભટકતું રહે તો કંઇને બદલે કંઇ બોલાઇ જાય, એમ બીજી કાર્યવાહીમાં અસ્થિરતાથી ભલીવાર ન આવે. માટે સ્થિરતાથી બોલવું, ચાલવું, વર્તવું. સ્થિરતા નહિ હોય અને પરનું કાર્ય લઇને