SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ મુનિવરો સંયમયાત્રાના નિર્વાહ માટે જ આહારના લેનારા હોવાના કારણે, આહાર કરવા છતાં પણ, તે મહાત્માઓને ઉપવાસી કહેવાય છે. સંયમાદિની રક્ષા માટે જ આહારના ગ્રહણ કરનારા પણ મુનિવરોને માટે, અનંત ઉપકારિઓએ બેંતાલીશ દોષોથી અદૂષિત એવો આહાર લેવાનું વિધાન કર્યું છે. બેંતાલીશ દોષોના વર્જનપૂર્વક મેળવેલા પણ તે આહારનો, પાંચ દોષોથી રહિતપણે જ ઉપયોગ કરવાનું ઉપકારિઓએ માવ્યું છે. એ પ્રમાણે વર્તનારા મહાત્માઓ જ એષણા-સમિતિના પાલક કહેવાય છે. બેંતાલીશ દોષથી અદૂષિત એવો આહાર મેળવવો અને પાંચ દોષોથી રહિતપણે એ આહારનો. ઉપયોગ કરવો, એનું નામ “એષણાસમિતિ” છે. રસનાના ગુલામો અને ખાવામાં જ આનંદ માનનારાઓ, એ સમિતિના પાલનમાં પંગુ બને, એ સ્વાભાવિક વસ્તુ જ છે. મુનિપણાના આસ્વાદને પામેલા આત્માઓ રસનાને આધીન બની આહારમાં લમ્પટ બને એ શક્ય નથી અને એવા જ આત્માઓ આ સમિતિનું પાલન કરી શકે છે. આહારલમ્પટતા, એ પણ અત્યન્ત ભયંકર વસ્તુ છે. પરિણામે મુનિપણાની તે ઘાતક પણ નિવડે છે, માટે કલ્યાણકામી મુનિઓ એને આધીન બનતા જ નથી. એવા મુનિઓ પ્રથમની બે સમિતિઓનું જેમ સુંદરમાં સુંદર પાલન કરે છે, તેમ આ ત્રીજી સમિતિનું પણ સુંદરમાં સુંદર પાલન કરે છે. ચોથી અદાનનિક્ષેપ-સમિતિ : ચોથી સમિતિનું નામ- “આદાનનિક્ષેપ સમિતિ” છે. મુનિઓને અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ ગ્રહણ કરેલાં ધર્મોપકરણોને લેવાં પણ પડે અને મૂકવાં પણ પડે. “આદાન” એટલે લેવું અને નિક્ષેપ' એટલે મૂકવું : એમાં સમ્યક્ પ્રવૃત્તિ, એનું નામ “આદાનનિક્ષેપ સમિતિ” છે. આસન, વસ્ત્ર, પાત્ર આદિ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy