________________
૨૧૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-3 – – – – –– થાય એની કાળજી નથી. આજ્ઞાનુસારી મહાત્મામાં તે કાળજી હોય છે અને તેથી જ તેઓને હિંસામાત્રથી બન્ધ થતો નથી. આવા હિંસાઅહિંસાના માર્ગને પણ કોઇ ભાગ્યશાળી આત્માઓ જ પામી શકે છે. પૌદ્ગલિક લાલસામાં ખૂંચેલા અને ધર્મશાસ્ત્રોને શરણે નહિ રહેતા, પોતાની સ્વચ્છન્દી કલ્પનાઓને જ પ્રમાણભૂત માની તેમ મનાવવા મથનારા હિંસા-અહિંસાની ગમે તેટલી વાતો કરે, પણ હિંસા-અહિંસાના આ જાતિના વિવેકને તેઓ પામી શકે, એ શક્ય જ નથી.
સ. આવાં ઉત્તમ શાસ્ત્રોના આ જાતિના પરમાર્થને પામનારાઓ ખરેખર ધન્યવાદના પાત્ર છે. બીજી ભાષા-સમિતિ -
હવે બીજી સમિતિનું નામ છે- “ભાષાસમિતિ.” બોલવામાં સમ્યફ પ્રકારની પ્રવૃત્તિને ભાષાસમિતિ કહેવાય છે. ભાષા જેમ કલ્યાણકારિણી છે, તેમ અલ્યાણકારિણી પણ છે. ભાષાસમિતિનું પાલન કરવા ઇચ્છનારે, ભાષાના દોષો અને ગુણો સમજવા જ જોઇએ. ઉપકારિઓ ભાષામાં કયા કયા દોષો છે, એ માટે પણ ઘણું ઘણું માવી ગયા છે પણ દોષોથી નિર્ભીક બનેલા આત્માઓ એના અભ્યાસ અને અમલથી વંચિત રહે એ સહજ છે. આવા સુંદર શાસનને પામવા છતાં પણ, જેઓ ભાષાના દોષથી બચતા નથી, તેઓ ખરે જ કમનસિબ છે. દાત્મિક્તાથી મધુર બોલવું, એ પણ ભાષા સમિતિ નથી. દુર્જનોની ભાષામાં મધુરતા હોય છે, પણ તે દમથી હોય છે. દુર્જનોની જીભના અગ્રભાગમાંથી ભલે સાકર ખરતી હોય, પણ તેઓના પ્રત્યેક રોમે હાલાહલ વિષ હોય છે. સજ્જનોની વાણીમાં કદી કદી કટુતા દેખાય છે, છતાં તે સારા પરિણામ માટે જ હોય છે. સજ્જન પુરૂષોની કટુતાની ટીકા કરનારા