________________
૨૦૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
સન્મતિતક, અનેકાંત જયપતાકા વગેરે શાસ્ત્ર ભણવા માટે હોય. ચારિત્ર ઉપસંપદા અટ્ટમાદિ વિશિષ્ટ તપસ્યા, અથવા વિશિષ્ટ વિનય-વૈયાવચ્ચ માટે હોવા અગર પોતાના ગચ્છમાં ચારિત્રની શિથિલતા-સીદામણ હોય તો તેમાંથી બચવા માટે હોય.
સામાચારીના પાલનમાં ગુર્વાજ્ઞા મુખ્ય રાખવાની છે, કેમકે પરિણામની શુદ્ધિ ગુર્વાજ્ઞા-પ્રતિબદ્ધ રહેવામાં જ છે, પણ ગુવંજ્ઞા નિરપેક્ષ બનવામાં નહિ.
આ સામાચારીના પાલનનું ફળમાં, શાસ્ત્ર કહે છે કે, અનેક ભવોના સંચિત કર્મોનો નાશ થાય છે,
પ્રશસ્ત-અપ્રશસ્ત સંલ્પો : સંક્લેશ
-
-
ચિત્તમાં સંકલ્પ વિકલ્પ ઉઠે છે, તે પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે જાતના હોય છે. પ્રશસ્ત સંકલ્પથી ચિત્ત નિર્મળ બને છે, અને બંધ શુભ કર્મનો થાય છે. નિર્મળ ચિત્તની સુંદર અસર ધર્મરોગોની આરાધના પર પડે છે, અને ભાવી શુભ પરંપરાનું સર્જન થાય છે. ત્યારે અપ્રશસ્ત સંલ્પોથી ચિત્ત મલિન, સંક્લિષ્ટ બને છે, અને અશુભ કર્મબંધ થાય છે. બંનેની આગામી અસરો દુ:ખદ હોય છે. તેથી અશુભ-અપ્રશસ્ત સંકલ્પો ત્યજી શુભ-પ્રશસ્ત સંકલ્પમાં રમતા રહેવું જરૂરી છે.
પંચકલ્પ ભાષ્યમાં કહ્યું છે -
દર્શન, જ્ઞાન, ચારિત્રના પાલનની પ્રાર્થના એ પ્રશસ્ત સંલ્પ છે, જ્યારે ઇન્દ્રિયના વિષયો અને કષાયોના સંકલ્પ એ અપ્રશસ્ત સંકલ્પ છે,
દર્શનના સંકલ્પમાં દા.ત. એમ થાય કે “હું કેમ દર્શનપ્રભાવક શાસ્ત્ર ભણું ! જેથી મારું સમ્યગ્દર્શન નિર્મળ થાય.” “કેમ મારામાં ઉપવૃંહણા (સાધર્મિકના ગુણની પ્રશંસા-પ્રોત્સાહન) વગેરે દર્શનના