SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ ૧૪૫ --- કશે કે બિન્યું દ્રષ્ટાત્ત સાંભળ્યું છે, તેઓ સમજી શકશે કે-હિંસા નહિ કરતા એવા પણ તે રાજર્ષિએ, સાતમી નરકને યોગ્ય કર્મ નિમ્યું હતું. એ અવસરે રાજર્ષિ પ્રસન્નચંદ્ર પોતાના અહિંસાવ્રતને મનોગુપ્તિથી અભાવિત બનાવી દીધું હતું. જો એ સમયે પણ એ મહર્ષિએ પોતાના પ્રથમ મહાવ્રતને મનોગુપ્તિથી ભાવિત રાખ્યું હોત, તો એ પરિણામ આવત જ નહિ. નિમિત્ત મળતાં જ મન-મર્કટ નાચવા મંડી પડે છે. એ મન-મર્કટના નાચને પ્રતાપે હિંસા નહિ કરવા છતાં પણ આત્મા એવી હિંસક દશામાં રમતો થઇ જાય છે કે-સાધુવેશમાં રહ્યો રહ્યો પણ તે હિંસાજન્ય કારમાં પાપોનું ઉપાર્જન કરે છે. આ કારણે, પ્રથમ મહાવ્રતની રક્ષા માટે મન ઉપર પણ ભારેમાં ભારે અંકુશ રાખવો જોઇએ છે. સદોષ ભિક્ષાની વ્યાપક્તા - ૨- “એષણા સમિતિ” ની ભાવના પણ પ્રથમ મહાવ્રતની રક્ષા માટે ખૂબ જ આવશ્યક છે. એ ભાવનાના અભાવમાં પિંડની વિશુદ્ધિ ભૂલાયા વિના રહેતી નથી. આધાકર્મી ભિક્ષાનો, તેવા કોઇ ખાસ કારણ વિના જ અને તે પણ આનંદપૂર્વક ભોગ કરનારો અહિંસા' વ્રતનો વિલોપ કરનારો જ બને છે. આ ભાવના આજે કેટલાકો માટે લુપ્ત પ્રાયઃ બની છે. ભિક્ષાની પ્રવૃત્તિમાં જે વિશિષ્ટતાઓ છે, તે આ જ કારણે નાશ પામી છે. દોષિત ભિક્ષાની જે ભીરુતા મહાવ્રતોના પાલકમાં હોવી જોઇએ, તે જે નાશ પામે, તો પછી વેષ ધારિતા જ શેષ રહી જાય છે. રસલમ્પટતાએ આ ભાવનાને જલાવી દીધી છે. રસલમ્પટતા પ્રથમ મહાવ્રતને ઘાયલ કરવા માટે કરક્ષા જેવી છે. નિર્દોષ ભિક્ષા એ અહિંસાનું સાચું જીવન છે. નિર્દોષ ભિક્ષાના મહિમાને નહિ સમજનારા અને સદોષ ભિક્ષાથી નહિ કંપનારા, આ ભાવનાના સ્વરૂપથી સદાય અજ્ઞાત
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy