________________
ચૌદ ગુણસ્થાનક ભા।-3
ત્યાંસુધી જીવ દેશવિરતિના પરિણામોને પામી શકતો નથી; અને ચારિત્રમોહનીયની પ્રત્યાખ્યાની કષાય લક્ષણ ચાર પ્રકૃતિઓ જ્યાં સુધી ઉદયમાં વર્તતી હોય, ત્યાં સુધી જીવસર્વવિરતિના પરિણામોને પામી શકતો નથી ચારિત્રમોહનીયની સંજ્વલન કષાય લક્ષણ ચાર પ્રકૃતિઓ અને હાસ્યાદિ નવ નકષાયોની નવ પ્રકૃતિઓ જ્યાંસુધી ઉદયમાં વર્તતી હોય ત્યાં સુધી અતિચાર લાગવાની ખૂબ ખૂબ સંભાવના રહે છે અને જ્યાં સુધી ચારિત્રમોહનીયની એ તેર પ્રકૃતિઓ ઉદયમાં વર્તતી હોય છે, ત્યાં સુધી જીવ યથાખ્યાત ચારિત્રને પામી શકતો નથી. કેવલજ્ઞાનને પામવાને માટે કેવલજ્ઞાનાવરણ કર્મના ક્ષયની આવશ્યક્તા છે, કેવલજ્ઞાનાવરણ કર્મનો ક્ષય યથાખ્યાત ચારિત્રને પામ્યા વિના સાધી શકાતો નથી અને યથાખ્યાત ચારિત્રને પામવાને માટે ચારિત્રમોહનીયની સઘળીય પ્રકૃતિઓનો ક્ષય સાધવો પડે છે અથવા તો ચારિત્રમોહનીયની એક પણ પ્રકૃતિ ઉદયમાં વર્તતી ન હોય એવી અવસ્થાને પ્રાપ્ત કરવી પડે છે. ઉપશમશ્રેણિ માંડનાર આત્મા, ચારિમોહનીયની એક પણ પ્રકૃતિ ઉદયમાં વર્તતી ન હોય-એવી અવસ્થાને પામવા દ્વારા, યથાખ્યાત્ ચારિત્રને પામે છે ખરો; પરન્તુ તે આત્મા એથી આગળ વધીને કેવલજ્ઞાનને પામી શકતો નથી, કેમ કે-તે આત્માને સત્તામાં રહેલી ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો અવશ્યમેવ ઉદય થઇ જાય છે. એથી એ આત્માનું એટલી બધી ઉચ્ચ દશાએથી પણ ઘણુ કારમું પતન પણ થઇ જાય છે. ક્ષપકશ્રેણિ માંડીને મોહનીયકર્મની સઘળીય પ્રકૃતિઓનો ક્ષય સાધવા દ્વારા યથાખ્યાત ચારિત્રને પામનારા આત્મા માટે તો પતન સંભવિત જ નથી આ બધી વાતો ઉપરથી વિચાર એ કરવા જેવો છે કે-મુક્તિના અભિલાષી આત્માઓએ કષાયો અને નોકષાયોથી આત્માને મુક્ત બનાવવાની કેટલી બધી જરૂર છે ? કષાયોનો ક્ષયોપશમ સાધ્યા
૧૨૩