SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ચૌદ ગુણસ્થાન ભાગ-૩ છે અને ધર્મશાસ્ત્રોનું શ્રવણ એ સમ્યગ્દષ્ટિ આત્માઓને માટે તો સદ્ધોધનું અવધ્ય કારણ છે; આથી સખ્યદ્રષ્ટિ આત્માઓને ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની પ્રબળ ઇચ્છા થાય છે. ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની સમ્યગ્દષ્ટિ આત્માઓની ઇચ્છા કેટલી પ્રબળ હોય છે, એ વસ્તુનો ખ્યાલ આપવાને માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ કામી જનનું ઉદાહરણ આપ્યું છે. કામી આત્માઓને ગીતના શ્રવણનો જે રાગ હોય છે, તેનાથી પણ અધિક રાગ સખ્યદ્રષ્ટિ આત્માઓને ધર્મના શ્રવણનો હોય છે. કામી પણ સામાન્ય નથી સમજવાનો. વયે યુવાન, કામકળાઓમાં કુશળ અને કાત્તાથી પરિવરેલો એવા કામી જનને કિન્નરગાનના શ્રવણનો પ્રસંગ પ્રાપ્ત થાય, તો એ ન્નિરગાનના શ્રવણમાં એને જે રાગ હોય છે, તેના કરતાં પણ અધિક દ્રઢ રાગ સમ્યગ્દષ્ટિ આત્માઓને ધર્મશ્રવણમાં હોય છે. સમ્યગ્દષ્ટિનો ચારિત્રધર્મનો રાગ સખ્યદ્રષ્ટિ આત્માઓને જેમ શ્રુતધર્મનો રાગ આવા પ્રકારનો હોય છે, તેમ સમ્મદ્રષ્ટિ આત્માઓને ચારિત્રધર્મનો રાગ પણ અસામાન્ય કોટિનો હોય છે. સમ્યગ્દષ્ટિ આત્માઓના ચારિત્રધર્મ ઉપરના રાગની પ્રબળતાનો ખ્યાલ આપવાને માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ, ભૂખ્યા બ્રાહ્મણનું ઉદાહરણ આપ્યું છે. સામાન્ય સંયોગોમાં પણ બીજાઓના કરતાં બ્રાહ્મણોમાં ધૃતપૂર્ણ ભોજનની અભિલાષા વિશેષ પ્રમાણમાં હોય છે. તેમાં પણ જો કોઇ બ્રાહ્મણે અટવીને લંદ હોય, અટવીમાં કાંઇ જ ખાવા-પીવાનું મળ્યું ન હોય એટલે ભૂખ જોરદાર બની હોય, પેટ જાણે પાતાળમાં પેસી ગયું હોય અને એથી ખાવાનું જે મળી જાય તેનાથી પોતાની ભૂખને શમાવવાની તીવ્ર ઇચ્છા થઇ હોય, તેમાં જ એની નજરે ધૃતપૂર્ણ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy