________________
૪૮
[ શ્રી વિજયપધસૂરિકૃતઆરંભ સમારંભમાં મગ્ન ઘરબારી ને વ્યસને વાળા હોય છે. એવા પત્થરની નાવ સરખા ગુરૂઓ કામદેવને વશ પડેલા હોવાથી કામદેવને થકવી શકે જ નહિં, તેમ પિતે તરી શકે નહિં ને બીજાને તારી શકે નહિઆ બાબતમાં અખા ભગતે પણ સચોટ કહ્યું છે કે –
ગુરૂ ગુરૂ નામ ધરાવે સહુ, ગુરૂને ઘેર બેટા ને વહ, ગુરૂને ઘેર ઢાંઢાં ને ઢેર, અખો કહે આપ વળાવા ને
આપે ચેર. ૧ ગુરૂ લોભી ને લાલચુ ચેલા, દેનું નરકમેં ઠેલમઠેલા; ગુરૂ કીધા મેં સર્વે સાથ, ઘરડા બળદને ઘાલી નાથ; ધન હરે ને કે ન હરે, એવા ગુરૂ કલ્યાણ શું કરે? ૨ ગુરૂ લેભી ચેલા લાલચુ, દેનુ ખેલે દાવ; દેનુ બિચારા બૂડતે, બેઠે પત્થરકે નાવ.
જેમ કઈ પિતે નિધન હોય તે બીજાને ધનવાન કરી શકે નહિ, તેમ ત્યાગી બન્યા સિવાય ત્યાગને ઉપદેશ પણ બીજાને અસર કરતું નથી. એ પ્રમાણે દશવૈકાલિક સૂત્રના બીજા અધ્યયનની બીજી ત્રીજી ગાથાને ભાવ વિચારીને કામદેવને જીતનારા મુનિઓને અમે કોડવાર વંદના કરીએ છીએ. ૭.
અવતરણ-પૂર્વે કહ્યા મુજબ વર્તવા ઉપરાન્ત શ્રી કથાને ત્યાંગ કરનાર મુનિઓને ખીજવાયેલા કામદેવને (થી) ભય ન જ હેય તે જણાવે છે