________________
૬૩૬
[ શ્રી વિજયપધ્ધતિઉદા. આ વ્રતની આરાધના કરવાથી સાગરચંદ્ર, કામદેવ શ્રાવક વગેરે અહીં કર્મનિર્જર, પરમ શાંતિમય જીવન અને નિર્દોષ ધર્મારાધન કરીને પરલેકમાં દેવતાઈ ઉત્તમ સુખને પામ્યા. અને આ વ્રતની વિરાધના કરવાથી નંદમણિયાર શેઠ મરીને દેડક થ.
બારમું અતિથિ સંવિભાગ ત્રત.
અતિથિ એટલે પંચ મહાવ્રતધારી મુનિરાજ વિગેરેને પષધ વગેરેના પારણને દિવસે શ્રાવકે નિર્દોષ આહારાદિ વિધિ પૂર્વક વહેરાવી પારણું કરવું તે અતિથિ વિભાગ વ્રત કહેવાય. વરસમાં આટલી વાર અતિથિ સંવિભાગ કરું, એમ અહીં નકકી કરવું.
આ વ્રતના પાંચ અતિચાર આ પ્રમાણે-૧ સાધુને દેવા લાયક અચિત્ત વસ્તુની ઉપર સચિત્ત વસ્તુ મૂકવી. ૨ અચિત્ત પદાર્થને સચિન પદાર્થથી ઢાંકી દે. ૩. પારકી ચીજને પિતાની કહીને હેરાવે, અને પિતાની ચીજને પારકી કહીને ન આપે. ૪ મનમાં મિથ્યાભિમાન કે ઈર્ષાભાવ રાખીને દાન આપે. ૫ ગોચરીને વખત વીત્યા બાદ આહાર માટે મુનિની પાસે વિનતિ કરે.
બારમા વ્રતમાં આ પાંચે અતિચાર જાણીને તે ન લાગે તે રીતે વર્તવું, એટલે પાંચે અતિચાર ટાળીને સાધુ સાધ્વીને દાન દેવાને લાભ લે.
આ વતનું ફાટ-ફળની ઈચ્છા રાખ્યા વગર આ વતની નિર્દોષ આરાધના કરવાથી વિશાલ સુખ સમૃદ્ધિ, આરોગ્ય,