________________
શ્રી વિશતિસ્થાનકદીપિકા ]
- ૫૯૭ ત્યાંથી મહાવિદેહમાં તીર્થકર થઈ મોક્ષે જશે. યશોમતી આર્યા સ્વર્ગથી અવીને તેમના ગણધર થઈમેક્ષે જશે. આ વાતને યાદ રાખી ભવ્ય જીવોએ વૈયાવચ્ચ ગુણને પરમ ઉલ્લાસથી સાધીને તીર્થકર પદવીને મેળવવી, એ આ કથાને સાર છે. હું જિમૂતકેતુ મુનિને વારંવાર વંદના કરું છું. સત્તરમા શ્રી સંઘ પદના આરાધક શ્રી પુરંદર
રાજાની કથા. વણારસી નગરીમાં વિજયસેન રાજા હતા. તેની પદ્ધમાલા નામની પટ્ટરાણથી પુરંદર નામે પુત્ર થયો. આ કુમાર એક વખત અરણ્યમાં ક્રીડા કરવા ગયો, ત્યારે તેણે ત્યાં એક મુનિને જોયા. મુનિના ઉપદેશથી પરસ્ત્રી ત્યાગનું વ્રત ગ્રહણ કર્યું. એક વખત કુમાર ઉપર મેહિત થએલ કુમારની સાવકી માતાના સ્ત્રી ચરિત્રથી કુમારને રાજાના આદેશથી રાજ્ય છોડી વિદેશ જવું પડયું. અનેક પરાક્રમે કરતે કુમાર નંદીપુર નગરમાં આવ્યું. ત્યાં પણ રાજાની પુત્રી બંધુમતી જેનું વિદ્યાધર હરણ કરી ગયો હતો તે પાછી લાવી રાજાને સપી તેથી રાજાએ ઘણું ધન દઈને બંધુમતીનું તેની સાથે લગ્ન કર્યું અને રહેવા મહેલ આવે. એક વખતે તે નગરના ઉદ્યાનમાં આવેલા ત્રણ જ્ઞાની શ્રી મલયપ્રભ આચાર્યના ઉપદેશથી તેમણે તેમની પાસે સમ્યકત્વ મૂલ શ્રાવકનાં બાર વ્રત ઉશ્ચર્યા. કેટલાક વખત પછી વિજયસેન રાજાને પોતાની રાણના સ્ત્રી ચરિત્રની ખબર પડવાથી કુમારને કાગળ લખીને પાછો બોલાવ્યા. પછી વૈરાગ્ય પામેલા રાજાએ પુત્રને ગાદી સેંપી શ્રીમલય પ્રભાચાર્ય પાસે દીક્ષા લીધી.