________________
૧૯૬
[ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતઆવી ગુરૂની દેશના સાંભળી જિમૂતકેતુ મુનિએ અભિગ્રહ લીધે કે આજથી મારે ગુરૂ ગ્લાન વિગેરેનું શુભ ભાવથી સ્થિર ચિત્તે વૈયાવચ્ચ કરવું. તે પ્રમાણે તેઓ નિરન્તર વૈયાવચ્ચ કરવા લાગ્યા.
એક વાર દેવ સભામાં ઈન્દ્ર મહારાજે તેમની પ્રશંસા કરી. તે સાંભળી સેમ નામે લેકપાલ દેવે તેમની પરીક્ષા કરવા આવ્યા. પોતે દાહજવરથી પીડા પામતા પ્લાન મુનિનું રૂપ ધારણ કર્યું. મુનિએ તેમને ઉપાશ્રયમાં રાખ્યા અને પછી તેમના આહાર માટે જિમૂતકેતુ મુનિ ગોચરીએ ગયા. તે વખતે દેવે બીજું મુનિસ્વરૂપ બનાવ્યું અને મુનિને રસ્તામાં મળ્યા. અતિ કલયુક્ત વચને વડે જીમૂતકેતુ મુનિની તર્જના કરવા લાગ્યા. મુનિ તે જરા પણ ખિન્ન થયા વિના સમતા ભાવમાં રહ્યા. ગોચરી લાવી મુનિએ ગ્લાન મુનિને આહાર કરાવ્યો અને દાહજવરની ઉપશાન્તિ માટે વૈદ્યને બલા વૈદ્ય ફળને રસ વાપરવા કહ્યું, મુનિ તે લેવા નગરમાં ગયા, પરંતુ દેવમાયાથી ક્યાંથી તે મળે નહિ તેથી પાછા ઉપાશ્રયમાં આવ્યા. ગ્લાન મુનિએ ઘણું કઠેર વચને કહ્યા પરંતુ મુનિ તે શાંત રહ્યા અને મારાથી આપનું વૈયાવચ્ચ ન થયું, એ મારી ભાગ્યહીનતા છે એ પ્રમાણે નમ્રપણે ગ્લાન મુનિને કહ્યું. ગ્લાન મુનિ તેમને શુદ્ધ ભાવ જાણું પ્રગટ થઈ પ્રશંસા કરી પોતાને અપરાધ ખમાવી સ્વર્ગમાં ગયા. મુનિએ પણ વૈયાવચ્ચ પદની આરાધનાથી નિકાચિત જિનનામ કર્મ બાંધ્યું. શુદ્ધ ચારિત્ર પાળી સમાધિ પૂર્વક કાળ કરી વિજ્ય વિમાનમાં ઉત્તમ દેવ થયા.