________________
શ્રી વિશતિસ્થાનકપ્રીપિકા ]
૧૯૧
નથી. તે સાંભળી ઇન્દ્રના વચન ઉપર શંકા લાવી વરૂણ નામે લાકપાલ પરીક્ષા કરવા માટે તે મુનિની પાસે આવ્યા. તેણે ખેરના અંગારા સરખી રેતી ઉષ્ણ કરી. જ્યાં જ્યાં મુનિ ગોચરી જાય ત્યાં ત્યાં અશુદ્ધ ગાચરી કરી નાખી. એ પ્રમાણે જ કષ્ટ પડવા લાગ્યું તે પણ મુનિ જરા પણ ખેદ કરતા નથી. છ માસ સુધી ઉપસર્ગ ચાલુ રહ્યો. અંતે વષ્ણુ દેવે થાકીને પ્રત્યક્ષ થઇ અપરાધ ખમાન્યા ગુરૂની પાસે આવી તે દેવે મુનિના તપનુ ફળ પૂછ્યું ત્યારે મુનિએ તપના પ્રભાવથી તીર્થંકર થવાનુ કહ્યું. તે સાંભળી વાંદીને ધ્રુવ સ્વ માં ગયા. રાજષિ મુનિ અ ંતિમ સમયે કાળ કરી ચેાથા દેવલે કે ઉત્તમ દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં તીર્થંકર થઈ માક્ષ સુખ મેળવશે. આ વાતને યાદ રાખી ભવ્ય જીવાએ નિર્મલ ભાવથી વિધિપૂર્વક તપની સાત્ત્વિકી સાધના કરીને સિદ્ધિપદ મેળવવું. એજ આ કથાના સાર છે.
પંદરમા સુપાત્ર દાનના દેનાર શ્રી હરિવાહન રાજાની કથા.
આ ભરતક્ષેત્રમાં કંચનપુર નામે નગર હતું. તેમાં રિવાહન નામે રાજા હતા. તેને વિરચી નામે બુદ્ધિશાળી પ્રધાન હતા. તે પ્રધાને ઘણું દ્રવ્ય ખરચી ઋષભદેવના પ્રાસાદ ધાન્યા. એક દિવસ મંત્રી રાજાને પ્રભુના દર્શન કરાવવા સારૂ ત્યાં તેડી ગયા. તે વખતે બાજુમાં આવેલા ધનેશ્વર નામે શેઠને ઘેર વાજિંત્ર વાગતાં સાંભળીને તથા સ્ત્રીઓને ગીત ગાતાં સાંભળીને રાજાએ મંત્રીને તેનું કારણુ