________________
૧૯૦
[ શ્રી વિજયપદ્મસુકૃિત
શાંત થઈ ગયા અને તેને શાંતિથી નિદ્રા પણ સારી આવી. સવારે મત્રી વગેરેને પેાતાની ઇચ્છા જણાવી. તેમને અનુકૂળ કરી સુપાત્રે દાન દઇને મલયકેતુ પુત્રને ગાદી સાંપી પાતે શાન્તિસૂરિ મહારાજની પાસે દીક્ષા લીધી. અનુક્રમે ખાર અંગ ભણી શુદ્ધ ચારિત્રનું પાલન કરવા લાગ્યા.
એક દિવસે ગુરૂના મુખથી વીસ સ્થાનકનું વ્યાખ્યાન સાંભળ્યું કે જે ભવ્ય જીવા વીસ સ્થાનકનું આરાધન કરે તે જિનપદવીને પામે છે. તેમાં ચાદમા તપ પદનું આરાધન જે કાઈ વિધિ સહિત કરે તે જિનપદવીને પામે છે. ને કિલષ્ટ કર્મના પણ નાશ કરે છે. તે સાંભળી કનકકેતુ મુનિએ એવા ઘાર અભિગ્રહ ધારણ કર્યું કે “જ્યાં સુધી આ કાયા ટકે ત્યાં સુધી મારે ખાર ભેદે તપ કરવા. જઘન્ય ચેાથ ભક્તથી માંડી ઉત્કૃષ્ટ છ માસ પર્યંતની તપસ્યા કરવી. તે સાથે નિરન્તર વિધિ સહિત ત્રિકાળ દેવ વંદન તથા પારણે આયંબિલ તપ કરવું. ''
આ પ્રમાણે નિરંતર તપસ્યા કરવાથી મુનિનું શરીર જો કે ઘણું દુર્ખલ થઈ ગયું તે પણ તેમના મુખનું તેજ સૂર્યની પેઠે ચળકતું હતું. એક વાર તે મુનિ ગ્રીષ્મ ઋતુમાં પ્રચંડ તાપમાં વિહાર કરી શંખપુરીની નજીકના પ્રદેશમાં આવ્યા. અને સૂર્ય સન્મુખ આતાપના લેવા લાગ્યા. તે વખતે દેવ સભામાં ઇન્દ્ર મહારાજે તે મુનિની પ્રશંસા કરતાં કહ્યું કે સર્વ મુનિઓમાં કનકમુનિ ધન્ય છે કે જેઆ ઘાર તપસ્યા કરવા છતાં અનેષણીય આહાર પાણી કરતા