________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૨૯
ચેાગીના તિરસ્કાર કરે તા તે પ્રતિકૂળ ભાવ છે છતાં પણ તે તિરસ્કાર વચનાથી પાતે દુભાતા નથી, અને આક્રોશ ભરેલા વચનાથી વિપરીત ચાલુ (મિષ્ટ-મીઠાં ) વચને છે. તા તેવાં કોઇનાં ચાટુ વચનાથી એટલે ખુશામતનાં વચનાથી આનંદ પામતા નથી, અને કોઇ વખાણુ–પ્રશંસા કરે તે પણ રાજી થતા નથી.
તથા દુગંધ એ પ્રતિકૂળ પદાર્થ છે ને સુગંધ એ અનુકૂળ પદાર્થ છે, તેા પણ એ અને પદાર્થોમાં સમષ્ટિવાળા ચેગીશ્વરા હાય છે, કારણ કે કાઇ દુ``ધવાળા પદા ની દુર્ગંધના અનુભવ કરે તે વખતે તે ચેાગીશ્વર અરૂચિ ધરતા નથી, અને સુગ ંધમય પદાર્થની સુગ ંધને અનુભવ ફરે તે વખતે આનંદ પણ પામતા ( રાજી થતા નથી. અહિ' ખાઈના પાણીનું હૃષ્ટાન્ત સમજવા ચેાગ્ય છે. તે દૃષ્ટાન્ત પ્રમાણે સુગંધ ને દુર્ગંધ એ વિચિત્ર પરિણામવાળા પુદ્ગલેના જ સ્વભાવ છે, માટે વાસ્તવિક રીતે રાગ દ્વેષ કરવા લાયક નથી એમ વિચારી ઉત્તમ મુનિએ સુગધ ને દુર્ગાધ અને પ્રત્યે સમાન દ્રષ્ટિવાળા હાય છે.
તથા સ્ત્રીનું સુ ંદર સ્વરૂપ એ રાગ ઉત્પન્ન કરનાર છે, અને મરેલા કૂતરાનું મડદું દ્વેષ ઉત્પન્ન કરનાર વસ્તુ છે, તા પણ સમદ્રષ્ટિવાળા મુનિવા સ્ત્રીના સુંદર સ્વરૂપને જોઇ રાગ પામતા નથી, અને કૂતરાના મડદાને દેખી ખેદ પામતા નથી, પરન્તુ સમતા ભાવને પેાષવા માટે ભાવના ભાવે છે કે-હે જીવ! માલને તપાસ્યા વિના ફક્ત ખારદાન જોઇને જ ખુશ થવું એ મૂર્ખાઈ છે, કારણુ કે મૂઢ મનુષ્યા જે