________________
૫૮
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
મુનિને ઘણી રીતે લેાભાવ્યા, પણ મુનિ ચલાયમાન થયા નહિ. ત્યારે પ્રસન્ન થએલા દેવે પ્રત્યક્ષ થઇ મુનિને કહ્યું કે હૈ મહાભાગ! તમને ધન્ય છે, કારણ કે મેં તમને ચળાવવાને પ્રયત્ન કર્યો પરંતુ તમે ચન્યા નહિ. એમ સ્તવીને વંદન કરીને તે દેવલેાકમાં ગયે.
એ પ્રમાણે નિર્મળ સમ્યકત્વના પ્રભાવે હરિવિક્રમ મુનિએ જિતનામ કર્મ ખાંધ્યું. અનુક્રમે સમાધિ મરણ પામી વિજય નામના વિમાનમાં ત્રીસ સાગરપમના આયુષ્યવાળા શ્રેષ્ઠ દેવ થયા ત્યાંથી ચ્યવી પૂર્વ વિદેહમાં તીર્થંકર થઈ મેક્ષે જશે. આ કથાના સાર ગ્રહણ કરીને ભવ્ય જીવાએ નિર્મલ દન ગુણુ સાધીને તીર્થંકર પદવી મેળવી દશમા વિનય પદના આરાધક શ્રી ધનશેઠની કથા. આ ભરતક્ષેત્રમાં મૃત્તિકાવતી નામની નગરીમાં શ્રાવ્કના ગુણાને ધારણ કરનાર સુદત્ત શેઠ રહેતા હતા. તેને ધન અને ધરણુ નામે બે પુત્રા હતા. તેમાં ધન નામના પુત્ર ઉત્તમ ગુણવંત હતા, તેથી તે લેાકમાં જશ પામ્યા અને ધરણુ ક્રૂર અને ઇર્ષ્યાળુ હાવાથી નગરમાં અપકીર્તિ પામ્યા. ધનની કીર્તિથી તેના ઉપર ઇર્ષ્યાળુ ધરણુ વડીલ અને મારવાના વિચાર કરવા લાગ્યા. તેનું છિદ્ર ખેાળવા લાગ્યા, પરંતુ ફાન્યા નહિ ત્યારે મોટા ભાઈને કહ્યું કે આપણે હવે માટા થયા છીએ, માટે ધન કમાવવાને માટે પરદેશ જઇએ. આજ દિન સુધી આપણે પિતાનું ધન અત્યાર સુધી વાપર્યું છે, હવે આપ કમાઇ વડે સુખ ભાગવીએ એ ઠીક કહેવાય. તેથી પરદેશ જઇને ભાગ્યની પરીક્ષા કરીએ.