________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૭૭
ઘણાં વર્ષ રાજ્યસુખ ભાગવ્યું પણ આત્મશ્ચિત લગાર પણ કર્યું નહિ, માટે એવું કાંઇક કરૂ કે જેથી આત્માને મેક્ષનાં સુખ મળે. માટે સદ્ગુરૂ મહારાજની પાસે પાંચ મહાવ્રત ઉચ્ચર્યા હાય તાજ મેક્ષના સુખ મળે. આવા વિચાર કરે છે તેવામાં અનેક સાધુના પરિવાર સાથે ચંદ્ર મુનિરાજ ઉદ્યાનમાં પધાર્યા. રાજા પરિવાર સાથે વાંઢવા ગયેા. ત્યાર પછી ગુરૂ મહારાજે દેશના આપી તેથી વૈરાગ્ય પૂર્ણ હૃદય વાળા રાજાએ પોતાના વિક્રમસેન પુત્રને રાજ્ય સાંપીને ચારિત્ર ગ્રહણ કર્યું.
નિરતિચારપણે ચારિત્ર પાળતાં ગુરૂ પાસે ખાર અંગનુ અધ્યયન કર્યું. એક દિવસે ગુરૂના મુખથી તે રાષિ મુનિએ વીસ સ્થાનક તપના મહિમા સાંભળ્યેા. તેમાં નવમા દર્શન પદના મહિમા સાંભળી તે દર્શનપદ ત્રિકરણ શુદ્ધ આરાધવાના નિયમ લીધા, અને તેનુ ંમેશાં શંકા રહિત પાલન કરવા લાગ્યા. એક વાર ગુરૂ મહારાજ સાથે વિહાર કરના શ્રીપૂર નગરે આવ્યા. તેવામાં દેવસભામાં રિવિક્રમ મુનિના દર્શન ગુણની પ્રશંસા સાંભળીને એક દેવ તેની પરીક્ષા કરવા માટે શ્રીપુર નગરમાં મોટા ઋદ્ધિવાળા સાવા ખની દેવમાયાથી સુંદર મ્હેલ બનાવી ત્યાં રહેવા લાગ્યા. એકદા વિક્રમ મુનિ ગાચરીની શેાધમાં તે સા વાહને ત્યાં આવો ચઢયા. ત્યારે સાવાર્હ મુનિને આદરપૂર્વક પ્રણામ કરી કહેવા લાગ્યા કે ફાગઢ કષ્ટ આપનાર આ અર્હત દીક્ષાના ત્યાગ કરી મારી પુત્રી સાથે પાણિગ્રહણ કરી. ઘેર ઘેર ભિક્ષા માગવાથી શું વળવાનુ છે? તમે ઔદ્ધ ધર્મ અંગીકાર કરો.
૩૭