________________
શ્રી વિંશતિસ્થાન પ્રદીપિકા ]
૫૬૯ પાણીથી અત્તર (મન) ની શુદ્ધિ થાય છે. માટે કામરાગથી થએલ મનના પાપની શુદ્ધિ પાણીથી નહિ પરંતુ જ્ઞાન ધ્યાન વિગેરેથી જ થઈ શકે છે. આ ઉપદેશથી પ્રતિબધ પામી શ્રતશીલે ચારિત્ર લીધું. રાજાને પ્રતિબોધ પમાડી ગુરૂએ અન્યત્ર વિહાર કર્યો.
કેટલાક વખત પછી શ્રી સમંતભદ્રાચાર્ય નામે તકેવલી ત્યાં સમસયા. રાજા પરિવાર સાથે તેમને વંદન કરવા ગયા. ત્યાં ગુરૂના ઉપદેશથી પ્રતિબંધ પામી રાજાએ પોતાના પુત્ર જયન્તકુમારને ગાદીએ બેસાર્યો અને પિતે મંત્રી સાથે ગુરૂ પાસે ચારિત્ર લીધું. ગુરૂ પાસે અગિઆર અંગ ભણ્યા. એક દિવસ શ્રી ગુરૂમહારાજે કહેલી વીસ સ્થાનકની આરાધના સંબંધી દેશના સાંભળી કે વીસે સ્થાનકની અથવા તેમાંના એક પદની પણ વિશુદ્ધ આરાધના કરાય તે તેથી વિશ્વને પૂજ્ય તીર્થકર નામ કર્મ નિકાચિત બંધ થાય છે. ગુરૂનું આ વચન સાંભળી રાજર્ષિ મુનિએ અભિગ્રહ લીધે કે હું જીવું ત્યાં સુધી મારે બહુકૃત મુનિઓનું વાત્સલ્ય કરવું. એ પ્રમાણે અભિગ્રહ લઈને તે નિયમનું નિશ્ચલપણે પાલન કરવા લાગ્યા. ઈન્દ્ર મહારાજે દેવસભામાં પ્રશંસા કરવાથી તેમની પરીક્ષા કરવા માટે ધનદ નામે દેવ જ્યાં મુનિરાજ હતા ત્યાં આવી શેઠ બની ઘર માંડીને રહ્યા. તે વખતે એક ગ્લાન સાધુને માટે કેળાપાકની શોધ કરતાં તે મુનિ આ નવીન શેઠને ત્યાં ધર્મલાભ આપી ઉભા રહ્યા. શેઠના પૂછવાથી કેળાપાકની જરૂર છે એવું જણાવ્યું. ત્યારે તે શેઠે મધુર વચને કહ્યું કે હે સ્વામિ! મારે ત્યાં જોઈએ તેટલે કેળા પાક