________________
પ૬૮
[ શ્રી વિજયપધસૂરિકૃતછતાં મોહિત થએલે રાજા તે વિચારથી પાછે હશે નહિ. ત્યારે રાજ્યનું ભલું ઈચ્છનાર મંત્રીએ રાજ્યની અધિષ્ઠાયિકા દેવીનું સમરણ કર્યું. દેવી પ્રગટ થઈ. મંત્રીએ સર્વ હકીક્ત કહી, ત્યારે દેવીએ કહ્યું કે રાજા પશ્ચાત્તાપ કરે ત્યારે મને યાદ કરજે, હું તેને શાંતિ પમાડીશ. એમ કહી રાજાના શરીરમાં વ્યાધિ પ્રગટાવી અદશ્ય થઈ. વ્યાધિથી વ્યાકુળ થએલે રાજા મનથી કરેલા પાપનું આ ફળ જાણીને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. એટલે મંત્રીએ યાદ કરેલી દેવીએ વ્યાધિની પીડા શમાવી દીધી. જેથી રાજા સાર થયો.
રાજાએ મંત્રીને પૂછયું કે માનસિક પાપની શુદ્ધિ શી રીતે થાય? ત્યારે મંત્રીએ પંડિતેને બેલાવીને નિર્ણય કરાવવા કહ્યું. રાજાએ પંડિતોને બોલાવ્યા ત્યારે કેઈએ કહ્યું કે ગંગાજળના પાનથી પાપ શુદ્ધિ થાય, કેઈએ કહ્યું કે અગ્નિ હોમ કરી વેદ પુરાણની કથા શ્રવણ કરવાથી પાપની શુદ્ધિ થાય. કેઈએ કહ્યું કે અડસઠ તીર્થની યાત્રા કરી નર્મદાની માટીને લેપ કરવાથી પાપની શુદ્ધિ થાય. કેઈએ કહ્યું કે બ્રાહ્મણોને દાન આપવાથી પાપની શુદ્ધિ થાય વિગેરે જુદાં જુદાં કારણે કહ્યાં. પરંતુ આ ઉપાયે રાજાને ગમ્યા નહિ. બીજે દિવસે નગર બહાર શ્રીપેણ નામે મુનીશ્વર, પધાર્યા. તેમને વંદન કરવા મંત્રી વગેરે પરિવાર સાથે રાજા ગયે, ત્યાં રાજાએ શ્રી ગુરૂ મહારાજને મનથી થએલા પાપની શુદ્ધિને ઉપાય પૂછયે. ત્યારે ગુરૂએ કહ્યું કે ૧ બાહા શુદ્ધિ ૨ અત્યંતર શુદ્ધિ એમ બે પ્રકારની શુદ્ધિમાં જળાદિકથી શરીરની બાહ્ય શુદ્ધિ થાય છે અને જ્ઞાન ધ્યાન તથા તરૂપી