________________
શ્રી વિશતિસ્થાન પ્રદીપિકા ]
૩૪ નો મિજવનારા' એ પદની ૨૦ નવકારવાલી ગણવી. આ પદનું આરાધન કરીને સાગરચંદ્ર તીર્થકર થયા છે. બાકીને વિધિ પહેલાં કહ્યો છે.
૧૯ ઓગણીસમાં મૃતપદની આરાધના કરવાની વિધિ આ પદની આરાધના કરતાં દૂહો બેલી પ્રદક્ષિણા દઈને ૨૦ ખમાસમણ દેવાં તથા ૨૦ લેગસ્સનો કાઉસગ્ગ કરો. તથા ૨૦ સાથીયા કરવા. કારણ કે અપેક્ષાએ શ્રુતજ્ઞાનના ૨૦ ભેદ કહ્યા છે. “ઝ ના ” એ પદની ૨૦ નવકારવાળી ગણવી આ પદની આરાધના કરીને રચૂડ તીર્થંકર થયા છે. બાકીને વિધિ પહેલાં કહ્યો છે.
૨૦ વીસમા તીર્થ પદની આરાધના કરવાને વિધિ-આ પદની આરાધના કરતાં ૩૮ ખમાસમણ દેવાં. ૩૮ લેગસ્સને કાઉસગ કરે. સાથીયા પણ ૩૮ કરવા તથા “ૐ નમોતિશ’ એ પદની ૨૦ નવકારવાળી ગણવી. આ પદનું આરાધન કરીને શ્રીમેરૂપ્રભ તીર્થંકર થયા છે. બાકીને વિધિ પહેલાં કહ્યું છે.
આ પ્રમાણે વીસમા પદની આરાધના કરીને જૈન તીર્થોની યાત્રા, શ્રીસંઘપૂજા, સ્વામી વાત્સલ્ય, તીર્થોદ્ધાર, રથયાત્રા દીન દુઃસ્થિત અનાથાદિને સુખી કરવા વિગેરે સારાં સારાં કાર્યો કરીને જૈનશાસનનિ ઉન્નતિ કરવી. જૈનધર્મને દીપાવવો. વિશેષમાં વસે પદની આરાધના સંપૂર્ણ થયા બાદ છેવટે યથાશકિત ઉજમણું કરવું જે જોઈને અનેક જી ધર્મ પામે આ પ્રમાણે ધર્મને દીપાવનાર ચેડા કાળમાં પોતાનાં સર્વ કર્મો ખપાવીને સિદ્ધિના સુખને પામે છે.