________________
૫૦.
| [ શ્રી વિજ્યપદ્મસુરિકતએ પદ વડે ૨૦ નકારવાલી ગણવી. આ પદનું આરાધન કરીને હરિવહન રાજા તીર્થકર થયા છે. વૈશાખ સુદિ અગીઆરસે શ્રી ગૌતમ સ્વામિએ દીક્ષા લીધી. એ અપેક્ષાએ કદાચ કાઉસ્સગ્ન વિગેરે ૧૧-૧૧ હોય એમ સંભવ છે. તત્વ તે કેવલી પ્રભુ જાણે.
૧૬ સોલમાં જિનપદની આરાધના કરવાને વિધિ-આ પદની આરાધના કરતાં હે બલીને પ્રદક્ષિણા દઈને ૨૦ ખમાસમણું દેવાં. ૨૦ લોગસ્સનો કાઉસ્સગ કરે તથા ૨૦ સાથીયા કરવા. કારણ કે જિનપદના કારણભૂત સ્થાનકે વિસ છે “૩૪ નમ: વિદ્યમાન વિનેશ્વરાય ” એ પદ વડે ર૦ નેકારવાલી ગણવી. આ પદની આરાધનાથી મૂતકેતુ રાજા તીર્થકર પદ પામ્યા છે. બાકીને વિધિ પહેલાં જણાવ્યું છે.
૧૭ સત્તરમાં સંયમપદની આરાધના કરવાને વિધિ-આ પદની આરાધના કરતાં હે બેલી પ્રદક્ષિણા દઈને ખમાસમણાં ૧૭ દેવાં. ૧૭ લેગસ્સને કાઉસગ્ન કરે તેમજ ૧૭ સાથીયા કરવા. કારણ કે સંયમના ૧૭ ભેદ છે. 8 નમ: શ્રી સામ’ એ પદની ૨૦ નવકારવાળી ગણવી. આ પદનું આરાધન કરીને પુરંદરરાજા તીર્થકર થયા છે. બાકીને વિધિ પહેલાં જણાવ્યું છે.
૧૮ અઢારમા અભિનવજ્ઞાન પદની આરાધના કરવાને વિધિ-આ પદની આરાધના કરતાં હા બેલી પ્રદક્ષિણા દઈને ૫૧ ખમાસમણાં દેવાં. ૫૧ લોગસ્સનો કાઉસ્સગ કરો. તથા ૫૧ સાથીયા કરવા. કારણ કે જ્ઞાનના પ૧ ભેદ છે.