________________
છે
[ શ્રી વિજયપઘસૂરિકૃત ચીકણું રસવાળા મોહનીયાદિ કર્મો બંધાય છે. માટે સમજી જીએ આંખને સન્માર્ગમાં જ દરવી જોઈએ. આ બાબતમાં દશમા અંગ તરીકે પ્રસિદ્ધ એવા શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સવિસ્તર બીને સારી રીતે જણાવી છે.
તથા ઉત્તમ પુરૂષો પરાયા ધનને હરવાની (માલીકની રજા સિવાય લેવાની) ચાહના પણ કરતા નથી, કારણ કે એમ (ચોરી) કરવાથી કદાચ પચેન્દ્રિય જીવ (પનાદિના માલીક) ને વધુ પણ થાય છે. જેથી મહા પાપકર્મ બંધાય છે અને તેથી નરકમાં જવું પડે છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં ચાર કારણે જીની નરકગતિ કહી છે તે આ પ્રમાણે
चऊहिं ठाणेहि जीवा नेरइयत्ताए कम्म पकरेंति-तंजहा महारंभयाए, महापरिग्गहयाए, कुणिमाहारेणं, पंचिंदियवहेणं -ચાર કારણે આ નારકી પણાનું કર્મ ઉપાર્જન કરે છે તે આ પ્રમાણે-(૧) જીવહિંસાદિ મટાદેથી ભરેલા આરંભ સમારંભ વડે, (૨) ઘણે પરિગ્રહ (ધનાદિની ઉપર તીવ્ર મૂછ) કરવાથી, (૩) માંસાહાર કરવાથી, અને (૪) પંચેન્દ્રિયને વધ કરવાથી. (સંસારી છે નરકમાં ઉપજાવનારા કર્મો બાંધીને નરકમાં જાય છે.)
એ પ્રમાણે પરધનનું હરણ કરવાથી પ્રાણ સરખું (પ્રાણને ટકાવનાર, માલીક કુટુંબાદિના ભરણ પોષણના સાધન ભૂત) ધન હરાવાથી હતાશ બનેલા અનેક મનુષ્ય નિર્ધનપણું વિગેરેથી અત્યંત ખેદવાળા થઈ આપઘાત કરે છે. તેથી ધન હરનારને પંચેન્દ્રિય વધનું પાપ લાગે છે ને