________________
શ્રી વિશતિસ્થાનપ્રદીપિકા ]
પ૨૭ પ્રમાણે (તે જે વિધિ બતાવે તે) કરે. છતાં દરેક સ્થળે ગુરૂને વેગ હેતે નથી, તેવા પ્રસંગે તપની શરૂઆત કરતાં પહેલાં નજીકના ગામમાં જ્યાં શ્રી ગુરૂમહારાજને યોગ (જોગવાઈ) હોય ત્યાં જઈ ચાલુ તપના તમામ વિધિથી સુજાણ થઈને આગળ કહેવાશે, તે વચારને વિધિ જાળવીને પછીથી તે તપ શરૂ કરવા જોઈએ અથવા જેઓએ આ તપ કર્યો હોય અને આ તપના વિધિ વિગેરે ગુરૂગમથી સારી રીતે જાણતા હોય તેવા ભવ્ય જ આ તપને વિધિ વિગેરે અનુષ્કાને (ક્રિયા) કઈ રીતે કરે છે તે બાબત માહિતગારી મેળવવી. જ્યારે તપને અંગીકાર કરવા ઈચ્છા થાય, ત્યારે પ્રથમ શુભ મુહૂર્ત નંદી (નાંણ) ની સ્થાપના કરાવીને સુવિહિત શ્રી ગુરૂ મહારાજની સમીપે વીસ સ્થાનક તપ વિધિ પૂર્વક ઉચર, પછી તે શરૂ કરો. એક એળી વહેલામાં વહેલાં બે માસની અંદર અને મેડામાં મોડાં છ માસની અંદર પૂરી કરવી જોઈએ. કદાચ છ માસની અંદર જે એક ઓળી પૂરી ન થાય, તે કરેલી (ચાલતી) એળીને ફરીથી આરંભ કરવો જોઈએ. સામાન્ય રીતે પદની વીસ વીસ ઓળી ગણાય છે, તેમાં દરેક પદની દરેક ઓળીના વીશે દિવસમાં વીશ પદ જૂદા જૂદાં ગણવાં. અથવા એક ઓળીના વીશ (તપનારા દિવસોમાં એકજ તપ ગણવું, બીજા વીસ દિવસમાં બીજું પદ ગણવું. એ રીતે વીસ એળીઓ (૪૦૦ દિવસે) વીસ પદ પૂરા થાય છે. દરેક પદની યથાર્થ સાત્વિક આરાધના કરવાના ઈરાદાથી સારી શકિતવાળા ભવ્ય જીએ અઠ્ઠમ કરીને દરેક પદની આરાધના કરવી જોઈએ. એ રીતે