________________
૫૦૪
[ શ્રી વિજયપધ્ધસૂરિકૃતતપ કર્યો હતો. અને પ્રમાદને ત્યાગ કરીને તપ સહિત સંયમનું પણ નિર્મલ સાત્ત્વિક આરાધન કર્યું હતું. આવી શુભ ભાવનાથી આત્માર્થી ભવ્ય જીએ પિતાની શક્તિના પ્રમાણમાં જરૂર તપસ્યા કરવી જ જોઈએ. પરમતારક તીર્થકર દેએ ભવ્ય જીવોના હિતને માટે છ પ્રકારને બાહા તપ અને છ પ્રકારનો અત્યંતર તપ કહ્યો છે. તેમાં ૧ અનશન, ૨ ઉણોદરિકા, ૩વૃત્તિ સંક્ષેપ, ૪ રસત્યાગ, પકાયકલેશ અને ૬ કાય સંલીનતા એ નામથી છ પ્રકારનો બાહ્ય તપ જાણ અને પ્રાયશ્ચિત્ત,રવિનય, ૩ વાવૃત્ય, ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન અને કાયા
ત્સર્ગ એ પ્રમાણે છ પ્રકારને અભ્યત્તર તપ જાણ. તેમાં છ પ્રકારને બાહ્ય તપ તે વિનયાદિક અભ્યન્તર તપની પુષ્ટિને માટે ભગવંતે કહ્યું છે. માટે બાહ્ય તપનું સેવન કરતાં પણ વિનયાદિક અભ્યન્તર તપગુણની પુષ્ટિ થાય તે તરફ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે.
તપસ્યા કરનારનાં દષ્ટાંતે. તપ વડે સુવર્ણ પુરુષાદિક ઈષ્ટ પદાર્થોને લાભ થાય છે અહીં નાગાર્જુનનું દષ્ટાંત જાણવું. તપ વડે ચિલાતીપુત્રાદિકના દેખાતે ભવ સંતતિને પણ ક્ષય થાય છે. તપને પ્રભાવ ખરેખર અચિત્ય છે. જુઓ-આયંબિલ તપથી શ્રી સિદ્ધચક્રનું (નવપદનું) આરાધન કરવાના પ્રભાવે શ્રીપાલ મહારાજાને કેઢ રેગ નાશ પામ્ય અને શરીર સોના જેવું બની ગયું, તેમજ પિતાનું ગએલું રાજ્ય ફરીથી મળ્યું, તથા બીજી પણ અનેક પ્રકારની સદ્ધિઓ પામ્યા. તેમની સાથે