________________
-
-
-
શ્રી વિંશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૦૩ તપસ્યા કરવાથી મેળવાય (પામી શકાય) છે. કારણ કે તપયાને અપૂર્વ પ્રભાવ છે.
ઋષભદેવ પ્રભુથી માંડીને મહાવીર સ્વામી સુધીના દરેક તીર્થકરેએ બાર માસના તપથી માંડીને છ મહિનાના તપ સુધીની તપસ્યા કરી છે, અને તેને અભૂત લાભ જાણીને તે તારક દેવાધિદેવેએ ભવ્ય જીના હિતને માટે તપ કરવાનું જણાવ્યું છે, કારણ કે તપથી દ્રવ્ય લક્ષમી તથા ભાવ લક્ષમી એમ બંને પ્રકારની લક્ષ્મી મળે છે. ભવની પરંપરાને નાશ થાય છે, અનેક પ્રકારનાં રે મૂળમાંથી નાશ પામે છે. ઈષ્ટ પદાર્થો પણ મળે છે, દેવતાઓ પણ તપના પ્રભાવથી આકર્ષાય છે, મદદ કરે છે. વંદન પૂજન કરે છે. વળી તપસ્યા કરવાથી કામ વિકારોનું તેફાન શાંત થઈ જાય છે. આ વાતને લક્ષ્યમાં રાખીને મેક્ષની ઈચ્છાવાળા ભવ્ય જીએ જરૂર તપનું સેવન કરવું જોઈએ. અને એમ કરવાથી જ અસાર દેહમાંથી સાર ગ્રહણ કર્યો કહેવાય. દેહને સ્વભાવ સૂકાવાને છે જ. તપથી સૂકાય એમાં એકાંત લાભ જ છે, તેમ ન કરીએ તો રેગથી સૂકાય, એમાં જરા પણ લાભ નથી. તપથી ભાવી રોગ પણ જરૂર અટકી જાય છે.
શ્રી ઋષભદેવ પ્રભુએ ઉત્કૃષ્ટ એક વર્ષ સુધી તથા શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્કૃષ્ટ છ માસ સુધી અને વચલા બાવીશ તીર્થ કર દેએ ઉત્કૃષ્ટ ૮ માસ સુધી અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારને ત્યાગ કરવા રૂપ