________________
[ શ્રી વિજયપધસૂરિકૃતઅક્ષરાર્થમાં સ્પષ્ટ જણાવી છે. તેનું રહસ્ય એ છે કે દુનિ ચાના ક્ષણિક પદાર્થના મેહમાં ફસાએલા સંસારી જીવેમાંના કેટલાએક જ સ્ત્રીનું મુખ જોવામાં ખરો આનંદ માને છે. કેટલાએક જ ઉગતા ચંદ્રમાને જોવામાં અને કેટલાએક જીવે સુખડને શરીર ઉપર પડવામાં તથા કેટલાએક દ્રાક્ષને ખાવામાં ખરો આનંદ માને છે. પણ તેવી માન્યતા કેવલ મેહ અને અજ્ઞાનથી ભરેલી છે, માટે જ તે બેટી છે. ખરી બી એ છે કે આ વૈરાગ્યશતકના સાંભળવાથી (ભણવાથી, વાંચવાથી) જે અપૂર્વ અનહદ આનંદ થાય છે, તે આનંદ આ શ્લોકમાં જણાવેલા ચાર પદાર્થોથી બીલકુલ થતો જ નથી. આ બાબતમાં વધારે કહેવાની જરૂરી યાત છે જ નહિ. આ બીનાને લક્ષ્યમાં રાખીને ભવ્ય જીવોએ ખરા શત્રુઓને અને કલ્યાણકારી સાધનેને ઓળખવા માટે અને પિતાના માનવ જીવનને નિર્મલ બનાવવા માટે શ્રી સિંદૂર પ્રકરણ વિગેરેની માફક આ કાવ્યને જરૂર અભ્યાસ કરે જ જોઈએ તેમાં જણાવેલી બીનાનું રહસ્ય હદયમાં ઉતારીને વિવેક દષ્ટિથી અપ્રમત્ત ભાવે પરમ કલાસથી મોક્ષ માર્ગની સાત્વિકી આરાધના કરવી અને બીજા ભવ્ય જીને કરવા પ્રેરણા કરવી, તે પ્રમાણે કરનારની અનુમોદના કરવી. એમ કરવાથી મુક્તિના અવ્યાબાધ સુખ જરૂર મળી શકે છે. ૧૦૩
છે
કવિ શ્રીપદ્માનંદ કૃત વૈરાગ્યશતકે સમાપ્ત