________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક]
૪૭૧ ચાલ્યા વિના સ્થિર રહે છે. એટલે જાણે ધ્યાની બની ગયો હોય તે ડોળ કરીને જ્યાં માછલું પાસે આવ્યું કે તુર્ત ચાંચ મારીને ઉંચકી લે છે, તેથી જ લોકમાં પણ બેટી ઈશ્વર ભક્તિવાળા ઠગ ભક્ત જને બગધ્યાની સરખા કહેવાય છે. કારણ કે માછલાં લેવાને માટે બગલે જેમ માયાવી ધ્યાન કરે છે તેમ ઠગ ભક્તો પણ માયાવી ધ્યાન કરે છે, ઈશ્વર ભક્તિના બહાને જગતમાં ભક્ત કહેવડાવી અનેક ભેળા જનેને ઠગે છે માટે એવા ઠગ ભકતે તે બગલા સરખા હેવાથી દુર્જન છે. અને હંસે જેમ મેતી વિગેરે પદાર્થોને ઉત્તમ આહાર કરે છે અને ઉત્તમ સ્વભાવવાળા હોય છે તેથી ઉત્તમ પક્ષી ગણાય છે. તેમ સજજને પણ સાત્વિક પ્રમાણે પેત આહાર વિહાર કરે છે. અને ઉત્તમ સ્વભાવવાળા હોય છે. તેથી તેઓ હંસના જેવા કહેવાય છે.
વળી ચાલમાં પણ તફાવત એ છે કે જેમ હંસની ચાલ–ગતિ મંદ મંદ–ધીરી અને મલપતી હોય છે, અને બગલાની ચાલ ઠેકડા મારતી કઢંગી હોય છે, તે પ્રમાણે ઉત્તમ મનુષ્યની ચાલ આચાર અથવા વર્તન ઉત્તમ હોય છે, અને બગલાની ચાલ જેવી દુર્જનની ચાલ એટલે આચાર અથવા વર્તન વાંકુ હોય છે.
તથા હંસની શકિત દૂધ અને પાણી જૂદાં પાડવાની હોય છે કારણ કે તેની જીભમાં ખટાશ હોય છે. તેમ સજજનેની બુદ્ધિ સત્ય સ્વરૂપને અને અસત્ય સ્વરૂપને યથાર્થ જાણવામાં વિવેકવાળી હોય છે, અને જેમ બગલામાં તેવી