________________
૪૨૦
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
શકાય એવા આયુષ્યને કાળ છેકે છે, નાશ પમાડૅ છે, તેની જરા પણુ શંકા રાખતા ( ચિંતા કરતા) નથી. અને આવી સ્થિતિના સંસારી જીવા કઇ પણ ધર્મ ક્રિયા પણ કરી શકતા નથી. ૮૬
સ્પષ્ટા —મનુષ્ય આયુષ્યના ઉદયથી મનુષ્ય ભવ પ્રાપ્ત થાય છે, અને જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ધર્મની અથવા દાન શીલ તપ અને ભાવના એ ચાર પ્રકારના ધર્મની આરાધના મનુષ્ય ભવમાં જ સારી રીતે થઈ શકે છે. પરમાનદ પદ્મની (મેાક્ષ પદ્મની) પ્રાપ્તિ મનુષ્ય ભવથી જ મળે છે, માટે મનુષ્ય ભવ સંબંધી મનુષ્ય આયુષ્યની કિંમત લાખા અને ક્રોડા સેાના મ્હારથી પણ બહુ જ વધારે (અનંત ગુણી) અંકાય ( ગણાય ) છે. પુણીયા શ્રાવકના એક જ સામાયિકની કિંમતમાં શ્રેણિક રાજાનું મગધ દેશનું રાજ્ય પણ સમાઈ જાય તા પણ તેના એક સામાયિકની કિંમત ન પૂરી શકાય એમ શ્રી મહાવીર સ્વામીએ શ્રેણિક રાજાને કહેલા વચનથી સમજી શકાય તેમ છે, તા યાવજ્જીવ પન્ત સર્વવિરતિ સામાયિકની કિ ંમતના આંકડા શું કલ્પી શકાય ? અને તેવા અમૂલ્ય સર્વવિરતિ સામાયિકવાળા મનુષ્યના આયુષ્યની પણ કિંમત શું કલ્પી શકાય ? અર્થાત મનુષ્ય ભવનું આયુષ્ય ત્રણ જગતની સર્વ ઋદ્ધિ કરતાં પણ બહુ જ અધિક કિ ંમતી છે, આ વાતને લક્ષ્યમાં રાખીને કવિ આ Àાકમાં ઉપદેશ આપે છે કે હે મનુષ્ય ! તું મનુષ્ય ભવમાં જન્મીને હંજાર લાખ ક્રોડ કે અખજ જેટલી