________________
સ્પષ્ટર્થ સહિત વૈરાગ્યશતક]
. ૪૧૫ મારી એ વચનશક્તિ ગુરૂદેવની સ્તુતિ વિગેરે કરવાના કામમાં નહિ પણ કેવળ બીજા ધનવાનની આગળ વિનંતિ પૂર્વક ભીખારીની પેઠે ભીખ માગવાના કામમાં આવે છે. આ મનુષ્ય ભવ જેવી મેંઘી જીંદગીમાં પણ મારે બીજા રાજાની અને શેઠ શાહુકારોની સેવા કરવી પડે છે અને તે સેવામાં વફાદારી બતાવવા માટે અને વફાદારી બતાવી રાજા વિગેરે મારા પર ખુશ રહે તો મારે સારા પ્રમાણમાં (વધારે) ધન વિગેરેને લાભ થાય એ આશાએ ને આશાએ યાચના (ઈષ્ટ વસ્તુની માગણી કરવા) નાં નમ્ર વચને બેલવાં પડે છે, એટલે ખુશામતનાં વચને બોલવાં પડે છે, અને તેથી મારૂં મુખ હંમેશાં ઉદાસીન જ રહે છે, તે એવું ઉદાસીન મેંઢું તે શા માટે બનાવ્યું તેમ જ તેં મારા બે પગ બનાવ્યા, તેનાથી મારે દેશ પરદેશમાં ધન વિગેરે ઈષ્ટ પદાર્થો કમાવવાને માટે ભ્રમણ કરવું-ભટકવું પડે છે, અને નાટક સિનેમાઓમાં લેકની આગળ નાચવું પડે છે, શું એ પ્રમાણે ઠામ ઠામ ભટકવા તથા નાચવા માટે જ તેં મારા બે પગ બનાવ્યા છે? તેમ જ ઘણી જાતની મુશ્કેલીઓ વેઠીને શેઠની કે રાજાની સેવા કરતાં અને વફાદારી સાચવતાં પણ તેમાંના કેટલાએક રાજાને કે શેઠને સેવાની કે વફાદારીની લગાર પણ કિંમત હોતો નથી, ને વાર્ત વાતમાં દરેક કામમાં આંખો લાલચોળ કરી ગુસ્સામાં આવી જઈ ઠપકો જ આપ્યા કરે છે. તે વખતે તેમનાં ક્રોધથી લાલચેળ થયેલાં અને તેના જેવાં ચઢેલાં મેઢાં પણ દીન દષ્ટિએ ફક્ત સ્વાર્થની જ ખાતર જેવાં પડે છે, તે હે વિધતા ! શું તેં