________________
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક ]
૪૦૦ ગુણ વધતું જાય છે. આ વખતે જીવ ગુણ સ્થાનક શ્રેણિમાં આગળ વધતું જાય છે. વિવેક શબ્દનો અર્થ એ કે જેનાથી પોતાની ચીજ કઈ છે? અને પર (જે પિતાની ન હોય, એવી ) ચીજ કઈ છે? આને નિર્ણય કરીને એટલે નિર્મલ જ્ઞાનાદિકનું સ્વરૂપ હું છું, ઘર બાગ મહેલ સંપત્તિ વિગેરે વિભાવ પદાર્થોને હું માલીક નથી. મારા નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણો છે, બીજા પદાર્થો મારા નથી. હે જીવ!
જ્યારે તને દુઃખ ગમતું નથી, તે દુઃખના કારણે શા માટે સેવે છે? જોઈએ છે સુખ અને સેવે છે દુઃખના કારણ. આ વિરૂદ્ધ વર્તનથી જ તું સુખને બદલે દુઃખ ભોગવે છે. હવે તું શ્રી ગુરૂ મહારાજના પસાયથી સમજણે થે. માટે બાલ ચેષ્ટાને ત્યાગ કરીને શરીરાદિને મેહ ઘટાડીને નિજગુણ રમણતાને વધારવા માટે મોક્ષ માર્ગની સાધના કરજે. આવી શુભ ભાવના અને ઉત્તમ વર્તનનું નામ વિવેક કહેવાય આવો વિવેક ગુણ પ્રબલ પુણ્યશાલી જીવે જ પામી શકે છે. અહીં પ્રભુશ્રી નેમિનાથ, જંબુસ્વામી, વિજયશેઠ, વિજયારા, ભતૃહરીના દષ્ટાંતો જાણવા. તે શ્રી ઉપદેશ પ્રાસાદ વિગેરેમાં વિસ્તારથી કહ્યા છે. ગ્રંથ વધી જવાના ભયથી અહીં જણાવ્યા નથી. ઉપર જણાવેલી બીનાને યાદ રાખીને ભવ્ય જીવોએ વિવેક ગુણના પ્રતાપે દુર્ગુણોને દૂર કરી સગુણેની સેવા કરી આત્મ કલ્યાણ કરવું જોઈએ ૮૩
અવતરણ–હવે કવિ આ શ્લોકમાં સ્ત્રીઓના મન વચન કાયા કેવા ચપળ હોય છે તે જણાવીને સ્ત્રીની ચંચલ વૃત્તિને ધિક્કારે છે–