________________
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક]
૪૦૩ ઉપકારી શ્રી ગુરૂ મહારાજનું કલ્યાણ થશે, કે જેમના ઉપદેશથી હું ભયંકર ભૂલ સુધારીને ઠેકાણે આવ્યું. હવે તને હરાવે એવા મારા જેવા ઘણું જીવેને હું તૈયાર કરીશ. તારી પોલંપોલ હવે ચાલે એમ છે જ નહિ.
આ શ્લોકમાંથી સાર એ લેવાને છે કે અજ્ઞાનથી અને મેહથી વિષય કષાય વિગેરે સેવતાં શરૂઆતમાં મીઠાં લાગે છે, અને તે છેવટ સુધી જાણે મીઠાં જ હશે એવા વિશ્વાસ ગર્ભિત ખોટા વિચાર પણ કેટલાએકને આવે છે. પરન્તુ ખરી બને એ છે કે પરિણામે તે (વિષય કષાય વિગેરે) દુર્ગતિના આકરા દુઃખ આપનારા જ થાય છે. અને ભવિષ્યમાં પણ તે જીવો ભવ સમુદ્રમાં ડૂબે છે, પરંતુ જે શ્રી ગીતાર્થ મહા ગુણવંત ગુરૂ જેવા સદ્દગુરૂને ઉપદેશ સાંભળવામાં આવે અને તે ઉપદેશમાં દઢ વિશ્વાસ ચૅટે તે તે ઉપદેશના પ્રભાવે ભવ્ય જીવો દઈ સંસારી મટી ચરમ પુદગલ પરાવર્ત પામી અલ્પ સંસારી જરૂર થાય છે. ત્યાર બાદ તેમને દેવ પૂજા વિગેરે શુભ સાધનોની પૂર્વસેવા કરવાના પ્રતાપે સમ્યગૂ દર્શન પામતાં અર્ધ પુગલ પરાવર્તથી ઓછો સંસાર રહે છે. અને તે સભ્યન્ દર્શનના પ્રભાવે અનુક્રમે તે ભવ્ય જીવે ચારિત્ર પામીને વધારેમાં વધારે સાત આઠ ભાવમાં પણ અવશ્ય મેક્ષ ગતિ પામે છે. આ બધે સગુરૂના ઉપદેશને પરમ પ્રભાવ જ સમજ. આ બીનાને લક્ષ્યમાં રાખીને પરમાત્મા પ્રભુના શાસનના રસિયા ભવ્ય જીવોએ મહા નીચ મેહ રાજાને વિશ્વાસ
અમી અહી
તેમને
કરવાની