________________
-
૩૭
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ] બહાનું જણાવીને જૈન મુનિને તે ચૈત્યમાં લઈ જજે. તે બંનેને તે ચૈત્યમાં દાખલ કરી તું બહાર નીકળીને બારણું બંધ કરીને બહારથી મજબૂત તાળું વાસ છે. અને ચૈત્યમાં એક પલંગ તથા અનેક પ્રકારની ભેગ સામગ્રીઓ મૂકી રાખજે. તે સેવકે પણ રાજાના કહ્યા પ્રમાણે બધું કર્યું. પેલા સરલ અને અજાણ્યા જેન મુનિ ચત્યમાં પૂરાયા. તેમાંથી બહાર નીકળવાને કઈ માર્ગ મળે નહિ તે વખતે વેશ્યાએ મુનિને વિષયાસક્ત કરવા માટે અનેક પ્રકારના હાવ ભાવ કર્યો. અનેક જાતનાં કામ વાસનાને વધારનારાં વચન કહ્યાં પણ મુનિ શીલવ્રતથી લગાર પણ ચલાયમાન થયા નહિં.
| મુનિ વિચારવા લાગ્યા કે વેશ્યાના હાવભાવ વગેરેને તે મને જરા પણ ભય નથી. પરંતુ સવારે જૈનમુનિને અને વેશ્યાને લેકે એક સાથે અત્યમાં રહેલા જોશે ત્યારે જૈન શાસનની અપભ્રાજના (હલકાઈ, નિંદા) થશે તેની મને મેટી ચિંતા છે. વેશ્યા પણ મુનિને ચલિત કરવાને અનેક પ્રયને કરીને થાકીને ઉંઘી ગઈ.
ત્યાર પછી મુનિએ જૈનશાસનની બેટી અપભ્રાજના થતી અટકાવવા માટે જ શુદ્ધ બુદ્ધિથી પિતાના રજોહરણ. વગેરે સાધુના વેષને દીવાથી સળગાવીને બાળી નાખ્યું. અને પરિણામે લાભ જોઈને તેની રાખ પિતાના આખા શરીરે ચાળીને અવધૂત (બાવાને) વેશ ધારણ કર્યો. સાધુના ભાવલિંગ (ભાવચારિત્ર) ને ધારણ કર્યું, પછી આખી રાત્રી ધ્યાનમાં ગાળી.