________________
[ શ્રી વિજ્યપધસૂરિકૃતસ્પષ્ટથ-જેમ ઇંદ્રનું વજ મેટા મેટા પર્વતને પણ તેડી નાંખે છે તેમ જે વેગી પુરૂષ વિવેક રૂપી વજથી મૂલ ભેદે કરીને ક્રોધ માન માયા ને લેભ એમ ચારે કષાય. રૂપી પર્વતને તેડી નાખે છે. અહિં વિદ્યા શબ્દનો અર્થ એ છે કે શરીરના અને મારા આત્માના ધર્મ જુદા જુદા છે. શરીર જડ છે વિનશ્વર છે, ત્યારે હું (આત્મા) જ્ઞાનવંત છું નિત્ય છું. એ જે વિચાર કરે તે વિવેક કહેવાય. અથવા મારે ખાવા લાયક, પીવા લાયક, કરવા લાયક, વિચારવા લાયક, બોલવા લાયક શું છે? ને નહિ ખાવા પીવા વિચારવા લાયક શું છે? નહિં બોલવા લાયક શું છે? આ પ્રશ્નોને સમજવા પૂર્વક કૃત્ય અકૃત્યની જે વહેંચણ કરવી (ફરક સમજ) તે વિવેક કહેવાય. આવા વધતા વિવેકથી જ કષાયને પૂરેપૂરો ક્ષય થાય છે. આ મુદ્દાથી ગ્રન્થકાર કવિએ વિવેકને વજની ને ક્રોધાદિ કષાને પર્વતની ઉપમા બરાબર આપી છે. અને જેવી રીતે કુહાડાથી મેટાં મોટાં ઝાડ કાપી શકાય છે તેવી રીતે ભેગી પુરૂષો નિર્મલ જ્ઞાન દર્શન ને ચારિત્રની આરાધના રૂપ યોગના અભ્યાસ રૂપી કુહાડાથી ( જ્ઞાનાદિના વારંવાર સેવન રૂપી કુહાડાથી) મેહરૂપી ઝાડને કાપી નાખે છે. એટલે મેગની નિર્દભ સાધના કરનારને મેહની પીડા હોતી નથી. વળી ઝાડને જેમ થડ વગેરે હોય છે તેમ મેહ રૂપી ઝાડને થડ સરખું મિથ્યાત્વ મેહનીય છે, દર્શન મેહનીયના મૂળ ભેદે અને ચારિત્ર મેહનયના મૂળ ભેદે રૂપ ડાળીઓ છે, અને તે બન્નેના ઉત્તર ભેદ રૂ૫ પાંદડાં છે. શબ્દાદિ વિષયમાં ભેદ પ્રભેદ રૂ૫ ફૂલે છે એમ જાણવું. તથા વિવિધ પ્રકારની વિટંબણાઓ એ ફળ.