________________
૩૮૭
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ] ફેંકી દઈ સ્વતંત્ર બનેલા છે, અને તેથી તેઓ પરમ સુખી ને પરમ સંતોષી બની પરમાનંદને જ જલદી પામે છે, પામેલા છે, અને પામશે. એવા મહાયેગી વિગેરે મહાત્માએને લાખ વાર નમસ્કાર થાઓ.
એ પ્રમાણે છે કામદેવ! તે ત્રણે લોકનો વિજ્ય કર્યો છે, તેથી હારા એ ભુજબળને ધિક્કાર છે, કારણ કે તે સર્વને ત્યારે આધીન કર્યા છે અને તેઓને તારી વિકારજાળમાં ફસાવી બહુ દુઃખ આપ્યું છે તો હવે હારી સામું માન નજરથી જોનાર કેઈ રહ્યું નથી. વળી બીજી વાત એ છે કે તેં તારી વિકારજાળમાં કેવળ જુવાનને જ ફસાવ્યા હતા તો વૃદ્ધ પુરૂષને બાકી રાખવાથી અને તેઓને દુઃખ ન દેવાથી કદાચ વિદ્વાને તારો એટલે પણ (વૃદ્ધોને બચાવવા જેટલો) દયાગુણ વિચારી હારી તરફ માન રાખત કે ઉછાંછળી વૃત્તિવાળા અણસમજુ ને અ૫ સમજવાળા જુવાનેને તે કબજે કર્યા પરંતુ વૃદ્ધો પર તેં હારાં પુષ્પબાણ ચલાવ્યાં નથી, પરંતુ તે તે વૃદ્ધોને પણ બાકી રાખ્યા નથી, કે જે વૃદ્ધ પુરૂષે જગતમાં વડીલ અને પૂજ્ય મનાય છે, તેમજ મરણ પથારીએ પડયા છે તેવા વડીલ અને વૃદ્ધ પુરૂષોને પણ જ્યારે તેં કબજે કર્યો અને હજી પણ તું તેઓને છોડતો નથી, તો પછી કયે વિદ્વાન માનદષ્ટિથી તારી સામું જુએ? જગતમાં મરતાને મારે તે બળવાન ગણાય નહિં પરતુ હીચકાર (હલક) ગણાઈ તિરસ્કારપાત્ર થાય છે, માટે હવે મરતા વૃદ્ધોને મારનાર હારી સામે વિદ્વાને તિરસ્કારની દષ્ટિથી જ લેશે. આ શ્લોકનું રહસ્ય