________________
-
૩૮.
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ] ધર્મ શબ્દ નહિં સમજનારા એવા અનાર્ય મનુષ્યો પણ દયા ગુણને જરૂર માન આપે છે. શિકારી શિકાર કરતે હશે તે પણ તેને પિતાને કુલ ધર્મ કહેશે પણ તે અહિં. સાને ધર્મ તરીકે જરૂર માનશે પણ હિંસાને આત્મ ધર્મ તરીકે નહિં જ માને. તથા મૃષાવાદને ત્યાગ (સાચું બોલવું) વિગેરે ચાર યમ (ત્રત) તે પણ પહેલા અહિંસા યમને જ પોષવા માટે છે, તેથી કહ્યું કે અહિંસા એ જ પરમ ધર્મ છે.
તથા સ્ત્રી સરખી વૃદ્ધાવસ્થા કઈ નથી, કારણ કે વૃદ્ધાવસ્થાથી જેમ ઈન્દ્રિયો શિથિલ થાય છે, બળને નાશ થાય છે, અને કંઈક બુદ્ધિને પણ નાશ થાય છે તેમ સ્ત્રીના સંગથી પણ ઈન્દ્રિયો અશક્ત થાય છે, મનબળ વચનબળ ને કાયા બળ નાશ પામે છે. ને બુદ્ધિને પણ નાશ થાય છે. માટે સ્ત્રી એ જ પરમ વૃદ્ધાવસ્થા છે. અથવા જલ્દી ઘડપણ લાવવાના અનેક કારણેમાં તે મુખ્ય કારણ કહેવાય છે. આ પ્રસંગે ભવ્ય જીએ જ્ઞાન મિત્રને પાસે રાખનારા રતિસારનું અને મલયાસુંદરીનું દષ્ટાંત જરૂર વિચારવું, અને કામને શત્રુ માનીને તેને ત્યાગ કરનારા શ્રી મલ્લિનાથ, નેમિનાથ, રાજીમતી, ચંદનબાલા વિગેરેના પણ દષ્ટાંતે વિચારવા જોઈએ. તથા અહિંસા ધર્મના પ્રતાપે સુખિયા, થયેલા શ્રી શય્યભવ સૂરિ, હરિભદ્ર સૂરિ મહારાજ વિગેરેના દૃષ્ટાંતે જાણુને અને સ્ત્રીને મટી જરા (ઘડપણ) સમજીને તેને. ત્યાગ કરનારા ધન્ય કુમાર વિગેરેને દષ્ટાંતે જરૂર વિચા