________________
૩૮૦
[ શ્રી વિજયપધસૂરિકૃતછે, માટે સારો મિત્ર મળવાથી જેમ પરમ શાન્તિ થાય છે, તેમ જ્ઞાનથી પણ પરમ શાંતિ મળતી હોવાથી જ્ઞાન એ જ પરમ મિત્ર છે.
તથા જેમ સામા પુરૂષને શત્રુ અનેક પ્રકારનું નુકશાન કરી છેવટે તેને ઠાર મારી પણ નાખે છે, તેમ કામદેવ આત્માનું નિર્વિકારી જ્ઞાનાદિ ધન લૂંટી શાન્તિ ક્ષમા આજીવ માર્દવ મુક્તિ આદિ કુટુંબને રંજાડી સ્ત્રી રૂપી સુભટ દ્વારા નિર્મલ ધાર્મિક જીવનનો નાશ કરે છે. અને એ કામદેવ એ બળવાન શત્રુ છે કે જેણે જગતમાં પ્રભુ અથવા ભગવાન તરીકે મનાતા બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ જેવા જેને પણ પિતાને તાબે ક્યાં છે તે સાધારણ પુરૂની શી વાત? ફક્ત કેટલાક સમર્થ શ્રી સ્કૂલિભદ્ર મહારાજ જેવા ગી મહાત્માઓએ જ સર્વજ્ઞ પ્રભુનાં વચન રૂપ શસ્ત્રોથી એને હરાવ્યા છે, આ મુદ્દાથી કામદેવ જે બળવાન શત્રુ જગતમાં બીજે કઈ નથી, અર્થાત્ એ જ બળવાન શત્રુ છે.
તથા અહિંસા એટલે દયા સરખો ઉત્કૃષ્ટ ધર્મ નથી. કારણ કે દયા વડે સર્વે ને અભયદાન મળે છે, અને સર્વ જી પ્રત્યે મૈત્રીભાવ વર્તતે હેય તે જ દયા ગુણ હૃદયમાં ઉત્પન્ન થાય છે. સર્વ ધાર્મિક આચારની સાધનામાં પણ દયાની જ મુખ્યતા હોય છે. યમ નિયમો એ પણ દયા ધર્મના ઉદ્દેશથી જ છે, અને એવી દયા આ જીવને પરિણામે પરમ પદ આપે છે. સર્વ દર્શનમાં કેઈ દર્શન એવું નથી કે જે દયાને ધર્મ તરીકે ન માનતું હોય, તથા