________________
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક ]
- ૩૭૭ ને કેટલું દુધ્ધન થાય છે.” તે હું સાક્ષાત્ અનુભવી રહ્યો છું, અને પરિણામે આ વિષયે નહિં છોડીશ તે મારી પણ પૂરી દુર્દશા થવાની છે, તે પણ હું જાણું છું. વળી આ વિષયે અથવા ભેગના સાધને મારી પાસે સ્થિર ટકવાના નથી પરંતુ જેમ હાથીના કાન હાલ્યા કરે છે એટલે સ્થિર રહેતા નથી માટે ચપળ વૃત્તિવાળા છે તેમ આ વિષયે પણ ચપળ વૃત્તિવાળા હોવાથી અથવા વિજળીના ઝબકારા સરખા ચપળ હોવાથી ક્ષણ માત્રમાં વિનાશ પામનારા છે એમ પણ હું જાણું છું. તે પણ એ ચપળ અને દુષ્ટ વિષયોને હું છોડતો નથી એ મારો કઈ જાતને મેહ છે? ખરેખર વિષય કેઈ એવી શક્તિવાળા છે કે ભલા ભલા વિદ્વાનેને પણ ભૂલાવામાં નાખી દે છે. સ્ત્રી ધન વિગેરે પદાર્થો પિતાના તાબે થતા જોઈને મૂઢ છે ગાંડા ઘેલા થઈ જાય છે. ખરેખર મેહનીય કર્મનો ઉદય કેઈ વિચિત્ર પ્રકારને જણાય છે. જેથી હું જાણકાર છતાં પણ વિષયમાં મૂઢ થઈ ગયો છું. એ પ્રમાણે કેઈ વૈરાગી પુરૂષ વૈરાગ્ય ભાવના ભાવે તે જ ભાવાર્થ કવિએ આ લેકમાં જણાવ્યો છે. આ લેકનું રહસ્ય એ છે કે અજ્ઞાની છો તે વિષયને વશ થાય તે બનવા જોગ છે, પરંતુ ભણેલા ગણેલા ડાહ્યા જ્ઞાનીઓ પણ જ્યારે વિષયને વશ થાય, તે હદયમાં બહુ જ ખટકે છે. સમજુ હેવાથી તેવા જ પણ ઉપદેશ દ્વારા મેક્ષ માર્ગમાં લાવી શકાય છે. આ મુદ્દાથી કવિ સ્પષ્ટ જણાવે છે કે ખરા જ્ઞાનીઓએ વિષમાં મુંઝાવું જ ન જોઈએ, અને