________________
સ્પાર્થ સહિત વેરાગ્યશતક ]
(૩૬૯ વિગેરે પૂર્વ ભવની પુણ્યાઈના પ્રમાણે મળે છે, જે પૂર્વ ભવમાં સુકૃત (પુણ્ય) ઉપાર્જન કર્યું હશે તે આ ભવમાં સુખનાં સાધન મળ્યા વિના રહેવાનાં જ નથી, પછી તેની પાછળ છેક ચિંતા કરવી શા કામની ? અને મુમુક્ષુ (મોક્ષને ચાહનારા) પંડિતે સ્ત્રી ધન વિગેરે સુખનાં સાધન મળ્યાં હોય તો પણ તેને ક્ષણિક જાણીને શાલિભદ્ર વિગેરે ભવ્ય છની માફક છોડવા તૈયાર થાય છે, તે તેવા ત્યાગી પંડિતને સ્ત્રી ધન વિગેરે પદાર્થોની ચિંતા ન જ હોય? કારણ કે ત્યાગમય જીવન એ જ તદ્દન શક વિનાનું છે. ધન્ય છે તેવા ગીઓને કે જે યોગી ભૂમિ પર શયન (સૂ) વિગેરે પિતાને આચાર પાડવામાં સાવધાન રહીને આર્તધ્યાન રૂપ ચિંતા કરતા જ નથી. તેવા મહા પુરૂષોના ખરા હિતકારી માતા પિતા વિગેરે કુટુંબી જનો આ પ્રમાણે જાણવા–
છે શાર્દૂલવિક્રીતિવૃતમ્ | धैर्य यस्य पिता क्षमा च जननी, शान्तिश्चिरं गेहिनी, सत्यं मनुरयं दया च भगिनी, भ्राता मनःसंयमः। शय्या भूमितलं दिशोऽपि वसनं ज्ञानामृतं भोजनं, एते यस्य कुटुंबिनो वद सखे कस्माद् भयं योगिनः॥१॥
અર્થ–જે ગીને પિતા પૈર્ય છે, ક્ષમા એ માતા છે, શાન્તિ એ દીર્ઘ કાળની સ્ત્રી છે, સત્ય એ પુત્ર છે, દયા એ બહેન છે, અને મનને સંયમ એ ભાઈ છે, (એ કુટુંબી