________________
३९८
[ શ્રી વિજ્યપધસૂરિકૃતઉત્પન્ન થઈ કે તરત જ તે જીવ સ્ત્રી વિગેરે પદાર્થોને મેળવવામાં રચ્યા પચ્ચે રહે છે, તેથી શ્રત જ્ઞાનાદિ નવું ભણત નથી અને ભણેલું પણ સંભાળી નહિ શકવાથી ભૂલી જાય છે. તેમજ માયા પ્રપંચ કપટ વિગેરે અવગુણની દરકાર રાખ્યા વિના તેમજ લાજ શરમ વિગેરેની દરકાર કર્યા વિના જે તે પ્રકારે પણ સ્ત્રી અથવા ધન મેળવવાના જ વિચારમાં ને વિચારમાં એકતાન થઈ જાય છે. અને એ ચિંતા રૂપી આ ધ્યાન તથા રૌદ્ધ ધ્યાન જેવાં દુધ્ધનના પ્રતાપે ધર્મને અથવા પુણ્યને પણ નાશ થાય છે, એટલે શોક રહિત અવસ્થામાં જે ધર્મ સાધના ચાલુ હતી, તે પણ અટકી જાય છે, કારણ કે સ્ત્રી અને ધનની જ ચિંતામાં તલ્લીન બનેલા તે શેકવાળા જીવને ધર્મ ચિંતાનો અવકાશ જ કયાંથી હોય? એટલું જ નહિં પરંતુ ધર્માનુષ્ઠાને કરતે હોય તે પણ પડતાં મૂકી દે છે, છ કાયની હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચેરીઓ કરે છે, અને જીવ હિંસાની સાધન સામગ્રીએ પણ ભેગી કરવા માંડે છે, અને એ પ્રમાણે કરવાથી એ સ્ત્રીલેલી અને ધનલભીના હૃદયમાં ઉત્કૃષ્ટ પાપ સ્થિર વાસ કરી એટલે કાયમ વાસ (રહેઠાણ) કરીને રહે છે, અને પરિણામે એ જીવ દુર્ગતિએ જાય છે. આવા પ્રકારને શોક એટલે ચિંતા અથવા દુર્બાન સાધારણ મનુષ્યને પણું કરવું વ્યાજબી નથી તો પછી શાસ્ત્રના જાણકાર પંડિતને તે કરવા લાયક હોય જ કયાંથી? પંડિત પુરૂષ તે જીવ અને કર્મ સંબંધ હંમેશા વિચારે છે, અને તેથી તેઓ આ પ્રમાણે વિચારે છે કે ઈષ્ટ (હાલા) સ્ત્રી ધન