________________
૩૬૬
[ શ્રી વિજયપધ્ધતિજે છે વિનશ્વર તેજ વિણ શાશ્વત હું માહરી, જ્ઞાનાદિ ચીજ ગઈ નથી મમતા તિહાં છે માહરી. ર૬૧
અક્ષરાર્થ–જે શેકના વશથી એટલે જે શેક કરવાથી કુશળ હોંશિયાર) પુરૂષની હોશિયારી નાશ પામે છે, ગાંડાપણું આખા શરીરમાં ફેલાય છે. જ્ઞાન રૂપી લક્ષ્મી નાશ પામે છે, દુબુદ્ધિ પિતાના ચાતુર્યને-મજબુતાઈને વધવાને અભ્યાસ કરે છે, એટલે દુબુદ્ધિ મજબૂત થાય છે અથવા વધે છે. ધર્મ પણ દૂર ભાગી જાય છે (અત્યંત નાશ પામે છે.) અને પાપ અતિશય સ્થિર થાય છે. એ તે શોક પંડિત પુરૂષથી કઈ રીતે સેવી શકાય? એટલે જે પંડિત (સમજુ) હોય તે તે શેક કરે જ નહિ. ૭૬
સ્પષ્ટાથે–આ લેકમાં કવિ શોક ન કરવો જોઈએ. એમ જણાવે છે, કારણ કે શેક કરવાથી કુશળ (હોંશિયાર, ચતુર) પુરૂની કુશળતા (હોંશિયારી) નાશ પામે છે. અહિં શક અથવા ચિંતા (આર્ત ધ્યાનના વિચારો) એ એક જ છે, અને ચિંતાના જે અવગુણ લોક પ્રસિદ્ધ છે તે આ પ્રમાણે જાણવા-- चिंतासें चतुराइ घटे, घटे रूप ऑर रंग। चिंता बडी अभागणी, चिंता चिता समान ॥१॥
અર્થ–ચિંતાથી ચતુરાઈ ઘટે છે, શરીરનું રૂપ રંગ ઘટે છે, માટે ચિંતા મોટી અભાગણ (નુકશાન કરનારી)