________________
૩૬૦
[ શ્રી વિજયપધસૂરિકૃતલેભાય નહિં તે જ ખરો યોગી કહેવાય, તે જ ખરા સાધુ કહેવાય, તે જ ખરા મુનિ કહેવાય. આ લોકનું રહસ્ય એ છે કે નિર્વિકારી મનને લઈને જ ખરું ગિપણું ટકી શકે છેઆ વાતને લક્ષ્યમાં લઈને જ શ્રી શય્યભવ સૂરિમહારાજે શ્રીદશ વૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે –
कहण्णु कुज्जा सामण्णं, जो कामे न निवारए ॥ पए पए विसीअंतो, संकप्पस्स वसंग ओ॥१॥
અર્થ–જે સાધુઓ સ્ત્રીઓના શબ્દ સાંભળવા, રૂપ જેવા વિગેરે કામવાસનાને પ્રકટ કરાવનારા સાધનેને ત્યાગ ન કરે, તે સાધુ “ભેગના સ્ત્રી વિગેરે સાધન મને કઈ રીતે મળે ” આવા વિચારમાં પડીને ઠેકાણે ઠેકાણે ખેદ પામે છે, જ્યાં ખરું ગિપણું છે, ત્યાં સ્ત્રી પરિચય હાય જ નહિ. સંયમથી ભ્રષ્ટ કરનારાં ઘણું સાધનેમાં મુખ્ય સાધન સ્ત્રી પરિચય છે. નિરભિલાષ સંયમ જીવન રૂપી બગીચામાં ફરનારા મુનિ મહાત્માઓ, તેવા સ્ત્રી પરિચયાદિથી અલગ રહીને મુક્તિ રૂપી સ્ત્રીને મેળવવા માટે જ સતત પ્રયત્ન શીલ હોય છેઆ પ્રસંગને અમુક અંશે શ્રી સ્થૂલિભદ્રનું જીવન પણ મજબૂત બનાવે છે. તે શ્રીદેશના ચિંતામણમાં જણાવ્યું છે. ૭૪
અવતરણ-હવે કવિ આ લેકમાં કામીજનેની ઘેલછા જણાવે છે –