________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક]
૩૫૭ સ્પષ્ટાર્થ–ખરા યેગી મહાત્મા તે જ ગણાય કે જે યોગી મહાત્માઓને સુંદર સ્વરૂપવાળી સોલ શણગાર સજેલી અને મનોહર અભિનયવાળી (લટકા મટકાવાળી) એવી નાજુક સ્ત્રી જેની પાસે આવી હાવભાવ દેખાડી વિલાસનાં મધુર વચને કહે કે જે કામીને મન અમૃત સરખાં લાગે અને પ્રેમ પૂર્વક બોલાવે તે પણ તેનાં પ્રેમવાળાં મધુર વિલાસી વચને જેને ઝેર જેવા લાગે અને તેની અવગણના કરી વિચારે કે અહો ! કામદેવનું સામ્રાજ્ય! કે જેના સ્ત્રી રૂપી સુભટે ભલભલા દેવ દાન ઈન્દ્રને પણ તાબે કરી નાખે છે. પાર્વતીનું મોહિની રૂ૫ રેખા જગતને સંહાર કરનાર કહેવાતા મહાદેવ જેવા પણ ચળાયમાન થઈ ગયા. સાવિત્રીના મેહમાં જગતના સર્જનહાર કહેવાતા બ્રા પણ ફસાઈ ગયા, અને જગતનું રક્ષણ કરનાર ભગ વાન કહેવાતા વિષણુ તે સ્ત્રીઓને દેખીને જ ગાંડા ઘેલા થઈ ગયા, અને એક સાધારણ ગૃહસ્થને છાજે તેટલી પણ લાજ શરમ છોડીને બેશરમ બની ગયા, અને ભગના દાસ થઈ ગયા. માટે હે આત્મા! એવા બળવાન સ્ત્રી સુભટથી બચવાને માટે જ તે ઘરબાર છોડયું, ગામ છેડી જંગલમાં રહેવું પસંદ કર્યું, ઘરની મનગમતી રસવતીઓ છડી ઘેરે ઘેર ભિક્ષા માગી લૂખું પાનું ખાવાનું અને અનેક પ્રકારની તપશ્ચર્યા કરવાની શરૂ કરી, માટે જે હવે તું આ નાજુક સુંદર સ્ત્રીનાં મધુર વચનથી ભાઈશ તે હારી પણ એ મહાદેવ વિગેરેના જેવી બૂરી દશા થશે, અને તું રાશીના ચક્કરમાં રખડી પડીશ, આ પ્રમાણે શુભ ધ્યાનમાં રહી