________________
૩પર
[ શ્રી વિજયપધસૂરિકૃતપરંતુ ત્રણે લેકનાં પૌદ્ગલિક સુખને રાશિ એકત્ર કરીએ તે વીતરાગ યેગી મહાપુરૂષના સુખના અનન્ત વર્ગ મૂળ જેટલે પણ ન થાય. એ પ્રમાણે કહેવાનું તાત્પર્ય એ છે કે કામ સુખ કરતાં નિષ્કામ વૃત્તિવાળું સુખ અનંત ગુણને કઈ અલૌકિક પ્રકારનું છે, આ બીનાને લક્ષ્યમાં રાખીને ભવ્ય જીએ ભેગ તૃષ્ણાને તરછોડીને ત્યાગ ધમની સેવના જરૂર કરવી જોઈએ. કારણ કે ત્યાગ ધર્મની સેવનાથી અલૈકિક, સ્વાધીન,સ્થિર સુખને અનુભવ થાય છે, આવું જ્ઞાનદષ્ટિથી નક્કી કરીને પરમ તારક શ્રી તીર્થકર દે તે જ વર્તમાન ભવમાં મેક્ષે જવાનું જાણે છે, છતાં ત્યાગ ધર્મ (ચારિત્ર ) ની પરમ ઉલ્લાસથી સેવા કરે છે. તે પછી જેમને ખબર પણ નથી કે અમારી કેટલામાં ભવે મુક્તિ થશે? એવા આપણા જેવા પામર જીવોએ તે ત્યાગ ધર્મની સાધના જલ્દી ચેતીને વધારે પ્રમાણમાં જરૂર કરવી જ જોઈએ. જે સુખમાં અમુક ટાઈમે પાછું દુઃખ આવીને ઉભું રહેતું હોય, અને જે પર વસ્તુને આધીન હોય, તે સુખને વાસ્તવિક સુખ તરીકે માની શકાય જ નહિ. આવી જ ભાવનાથી આ અવસર્પિણીમાં થયેલા બાર ચક્રવર્તિ રાજામાંના ઘણાં ચક્રવર્તિઓએ પણ ત્યાગ ધર્મની સાધના કરીને આત્મ કલ્યાણ કર્યું છે. વિશેષ બીના શ્રી દેશના ચિંતામણીના પહેલા ભાગમાં જણાવી છે. ચાલુ પ્રસંગે ગજસુકુમાલ, મહાબલ કુમાર વિગેરેના દષ્ટાંત જરૂર યાદ કરવા. તે ઉપદેશ પ્રાસાદમાં વિસ્તારથી જણાવ્યા છે. ૭૨
અવતરણ–હવે કવિ આ શ્લોકમાં યોગી મહાત્મા