________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
૩૫૧ માને છે અને વિષ્ણુની સ્ત્રી લક્ષમી છે એમ પુરાણ વિગેરે લોકશાસ્ત્રમાં આવે છે, તેમને રહેવાનું સ્થાન વૈકુંઠ છે, તેથી કવિ કહે છે કે વિકુંઠ લેકમાં વિષ્ણુ ભગવાન પિતાની લક્ષ્મી નામની સ્ત્રી સાથે સેંકડો વાર વિષય વિલાસ કરીને સુખ અનુભવે છે તે વિષ્ણુ ભગવાનના વિષય સુખથી પણ ભેગી મહાત્મા નિષ્કામ વૃત્તિવાળું એટલે કામવાસના વિનાનું જે આત્મિક સુખ અનુભવે છે તે ઘણું જ વધારે અને નિર્મલ છે, કારણ કે વિષ્ણુ ભગવાનનું લક્ષ્મી સાથેનું વિષય સુખ પુદગલાનંદ રૂપ અને મલિન તથા પરાધીન છે ને ભેગીનું નિષ્કામ સુખ આત્માનંદ રૂપ (નિજ ગુણ રમણતા રૂપ) છે, તે સ્વભાવિક સ્વાધીન સુખ છે માટે તે અનંત ગુણ કહ્યું છે.
- તથા સૌધર્મ ઈન્દ્રાદિ ઈન્દ્રોને કેઈને ચાર કેઈને આઠ વિગેરે જુદી જુદી સંખ્યામાં મુખ્ય ઈન્દ્રાણુઓ હોય છે, ને એકેક ઈન્દ્રાણીને હજાર હજાર દેવીઓને પરિવાર હોય છે. તેમજ એકેક ઈનક્રાણુ ઈન્દ્રની સાથે કામ ક્રીડા કરતી વખતે હજારે બીજા રૂપે આબેહૂબ પોતાના રૂપ જેવાં નવાં બનાવે છે, ને આ પ્રમાણે લગભગ હજાર ઈન્દ્રાણુઓની સાથે ને પોતાના પરિવાર તરીકે ગણાતી બીજી દેવાંગનાઓની સાથે કામક્રીડા કરવાના પ્રસંગે ઈન્દ્ર પણ પોતાની વિશિષ્ટ વૈક્રિય લબ્ધિથી એકી સાથે પિતાના તેટલાં એક સરખાં રૂપ બનાવે છે. આ વખતે ઈન્દ્રને જેટલે સુખાનુભવ થાય છે તેથી પણ અનંતગુણ ખરા સુખને અનુભવ તત્ત્વાર્થની વિચારણા કરવામાં લીન, નિષ્કામ ભેગી મહાત્માઓને હોય છે, એટલું જ નહિં