________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક]
૩૪૯વિષય સુખ અધિક છે, કારણ કે તેમનું શરીર વૈક્રિય છે તેથી રત્ન સરખી કાન્તિવાળું નિર્મળ ને સાત ધાતુ રહિત સુગંધિ વાળું છે, અને વ્યર દેવને એટલું બધું સુખ કહ્યું છે કે દેવાંગનાઓના વાજીત્રાના અને નાટક વિગેરેના સુખમાં કેટલો કાળ વ્યતીત થઈ ગયે તે પણ દેવે જાણતા નથી, અહિંના અસંખ્યાત વર્ષના એક પત્યેપમ જેટલું વ્યન્તરનું અને અર્ધી પામ જેટલું વ્યન્તરની દેવાંગનાઓનું ઉત્કૃષ્ટથી આયુષ્ય હોય છે. અને સુખમાં ને સુખમાં તે અસંખ્યાત વર્ષે તેમને એક ક્ષણ જેવાં વ્યતીત થઈ જાય છે, તેથી કહ્યું છે કેतहि देवा वंतरिया, वरतरुणीगीयवाइयरवेणं । निच्च मुहिया पमुइया, गयंपि कालं न याति ॥१॥
અર્થ-ઉત્તમ દેવાંગનાઓનાં ગીતના અને વાજીંત્રના મધુર શબ્દને સાંભળવામાં હંમેશાં સુખ માનનારા અને ઘણાં આનંદમાં રહેનારા ત્યાં પાતાળ લોકમાં અથવા વ્યંતર દેવ લકમાં રહેલ વ્યંતર દેવે ગયા કાળને પણે જાણતા નથી. એટલે ચાલુ નાટક જોવામાં કેટલે ટાઈમ ગ? તે પણ જાણતા નથી. (જ્ઞાનને ઉપગ દેવાથી તે તેઓ જાણું શકે છે.) ૧
એ વ્યક્તિના સુખથી પણ નાગ કુમાર નામના ભવનપતિ દે નાગ કુમારી દેવીઓ સાથે જે સુખને અનુભવ કરે છે તે અધિક છે. અહિં દશ ભવનપતિમાં