________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ] :
કમાં જેમ પહેલા બે પાદમાં અનુક્રમે જ્ઞાનાતિશય અને વચનાતિશય જણાવ્યા, તેવી રીતે “રેવાકુવંતઃ” આ પદથી પૂજાતિશય અને “વિતરણેત્યાર” પદથી અપાયાપગમાતિશય જણાવ્યો. કવિએ આ શ્લોકમાં ઈષ્ટદેવને નમસ્કાર કરીને શિષ્ટાચારનું પાલન કર્યું છે. કારણ કે શિષ્ટ પુરૂષ ગ્રંથ રચનાદિ પ્રવૃત્તિ કરતાં ગ્રંથની શરૂઆતમાં જરૂર મંગલાચરણ કરે છે. નિર્વિધનપણે ગ્રંથને પૂરો કરવામાં અને પૂર્ણ થતાં સુધીમાં આવતાં વિદનેને અટકાવવામાં અપૂર્વ. સાધન મંગલ છે. આવા પ્રાચીન લેકમાં ચાર અતિશયેની સંકલના વધારે પ્રમાણમાં દેખાય છે. તે પ્રમાણે નવીન રચનામાં તેવી સંકલના થતી જોવાય છે. આ શ્લોકમાં ચાર અતિશયે જણાવવાનું રહસ્ય એ છે કે–જેઓ વિશિષ્ટ પુણ્ય શાલી સંપૂર્ણ નિર્મલ જ્ઞાનવંત હેય, ઉપદેશને સાંભળનાર બધા જીને સમજાય એવા અલોકિક વચનને બેલતા હેય, ઇંદ્રાદિ દેવ પણ જેમની પૂજા કરતા હોય, તેવા મહા પ્રભાવશાલી પુરૂનું મંગલાચરણ કરવું જોઈએ. તેમજ સ્મરણ વંદન પૂજન વિગેરે સ્વરૂપ ઉચિત દ્રવ્ય ભાવ ભક્તિ કરવાથી સાધ્યસિદ્ધિ જરૂર થાય છે. આ વાતને લક્ષ્યમાં રાખીને કવિએ આ લોકમાં અપાયાપગમાતિશયાદિ ચાર અતિશયે જણાવ્યા છે. “તારતમ્ભ ” આ ગ્રંથના નામ ઉપરથી અનુબંધ ચતુષ્ટય એટલે (૧) અધિકારી (૨) અમિધેય (૩) પ્રજન અને (૪) સંબંધ આ ચાર પદાર્થોનું જ્ઞાન થઈ શકે છે. (૧) મેહના મુખ્ય સાધન સ્ત્રી અને ધન છે. તે બંનેને :ખના સાધન જાણુને વૈરાગ્ય પામીને મોક્ષ માર્ગને સાધવાની ચાહના કરનારા ભવ્ય છે આ ગ્રંથના
India