________________
-
૩૪૫
સ્પધાર્થ સહિત વેરાગ્યશતક] બનાવ્યો, પરંતુ વાસ્તવિક રીતે એમાં હારો દેષ નથી પરન્તુ હારો જ દોષ છે, કારણ કે હું અજ્ઞાન વડે બેભાન બની ગયો હતો, તેથી હારા આ માયા પ્રપંચને સમજી શકે નહિં ને ભેળપણથી ઠગાયે તેમાં મારી અજ્ઞાનતાનો અથવા બીન સમજણને દેષ માનું છું. હું મારી અજ્ઞાનતાનો લાભ ઉઠાવ્યું, અને ઠગવું એ તે હાર જાતિસ્વભાવ જ છે, તેથી મારી અજ્ઞાન અવસ્થામાં હેં મને ઠગ્યો તે તે તે હારા ઠગપણને છાજતું જ કર્યું છે, તેથી તે મ્હારા સ્વભાવને અનુસાર ગ્ય (વ્યાજબી) કર્યું છે, પરંતુ હવે તો મારા કે પૂર્વ ભવના પ્રબળ પુણ્યદયને લીધે શ્રી સદ્ગુરૂની હારા ઉપર પરમ કૃપા થઈ છે, તેથી તે સારુ રૂપી સૂર્યના પ્રભાવથી મારો અજ્ઞાન રૂ૫ અંધકાર નાશ પામે છે, ને હૃદયમાં સજ્ઞાન રૂપી પ્રકાશ ચકચકાટ કરી રહ્યો છે. તે હવે ત્યારે મહારા હૃદયમાંથી નિકળી દૂર ચાલ્યા જવું તે પણ વ્યાજબી જ છે, કારણ કે મારી અજ્ઞાન દશામાં (હું અજ્ઞાની હતા, ત્યારે) ત્યારે જેમ મારા હૃદયમાં વસવું ચોગ્ય હતું તેમ હવે હું સમજણે થયે, તેથી આ વખતે પણ ત્યારે હૃદયમાંથી નિકળી જવું તે એગ્ય જ છે.
આ લેકનું રહસ્ય એ છે કે સંસારી જીના હૃદયમાં જ્યાં સુધી અજ્ઞાન વસી રહ્યું હોય ત્યાં સુધી જ મેહનું જોર હોય છે, પરંતુ સદ્દગુરૂના પ્રતાપે જીવને સમ્યગ જ્ઞાન થયા બાદ મેહનું બળ આપોઆ૫ ધીરે ધીરે ઘટતું જ જાય છે અને પરિણામે મેહને સર્વથા નાશ થતાં તેવા સત્યજ્ઞાની ભવ્ય જીવો વીતરાગ દશાને જરૂર પામે છે. અને અને